ETV Bharat / bharat

LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, PMએ ઓણમ અને રક્ષાબંધન પહેલા દેશની કરોડો બહેનોને ભેટ આપી

કેબિનેટે રક્ષાબંધન પહેલા એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી દીધી છે. તેનાથી દેશના કરોડો લોકોને ફાયદો થશે.

Etv BharatLPG Cylinder Price
Etv BharatLPG Cylinder Price
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 4:35 PM IST

નવી દિલ્હીઃ કેબિનેટે રક્ષાબંધન પહેલા ગરીબ મહિલાઓને ભેટ આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં તમામ ગ્રાહકોને 200 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવશે. એટલે કે તેમને ગેસ સિલિન્ડર પર 400 રૂપિયાનો ફાયદો મળશે.

  • #WATCH | "PM Modi has decided Rs 200 reduction in the price of domestic LPG cylinders, for all users...this is a gift from PM Narendra Modi, to the women of the country, during the occasion of Raksha Bandhan", says Union Minister Anurag Thakur pic.twitter.com/QTy6YB0x4u

    — ANI (@ANI) August 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દરેક રાજ્યમાં કિંમતો અલગ-અલગ હોય છેઃ આ પહેલા 1 ઓગસ્ટના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 99.75 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે સમય દરમિયાન, કિંમત ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,680 રૂપિયા થઈ ગઈ હતી. જોકે, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો સુધારો ગયા મહિને કરવામાં આવ્યો હતો. જો કે, અલગ-અલગ ટેક્સ સ્લેબને કારણે, દરેક રાજ્યમાં કિંમતો અલગ-અલગ હોય છે.

400 રુપિયાનો ફાયદોઃ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ઉજ્જવલા યોજના હેઠળ લોકોને ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની અલગ સબસિડી આપવામાં આવશે. એટલે કે તેમને કુલ રૂપિયા 400ની સબસિડી આપવામાં આવશે. તમામ ગ્રાહકોને 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ પહેલા 1 ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવ એલપીજી સિલિન્ડરના ભાવને અસર કરે છેઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્થાનિક બજારમાં એલપીજી સિલિન્ડરના ભાવને અસર કરે છે. 1 માર્ચથી 14.2 kg ઘરેલું એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ પહેલા ભાવ ઘટાડ્યાઃ રાજસ્થાન સરકારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીને લોકોને ઘણી રાહત આપી છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં, જ્યાં સરકારે રક્ષાબંધન નિમિત્તે બહેનોને ભેટ તરીકે 250 રૂપિયા આપ્યા છે, ત્યાં શ્રાવણ મહિનામાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ

  1. Stock Market Closing Bell : આજે શેરમાર્કેટમાં ભારે એક્શન, BSE Sensex 65,075 પોઈન્ટના મથાળે બંધ
  2. Bank Holiday In September: સપ્ટેમ્બરમાં 16 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસો અને ઝડપથી કામ પૂર્ણ કરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.