મુંબઈ: અંધેરીના જુહુમાં એક ફાઈવસ્ટાર હોટલમાં 75 વર્ષીય વેપારી દ્વારા 35 વર્ષીય મહિલા પર કથિત રીતે દુષ્કર્મ (Maharashtra rape case) ગુજારવામાં આવ્યો હતો. આંબોલી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં વેપારીએ ડી ગેંગ સામે પીડિતાની ફરિયાદ નહીં લેવાની ધમકી (Maharashtra d gang threaten) આપ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કુદરતની કરામત: અહીં દેશનું સૌથી મોટું પતંગિયું મળી આવ્યુ, જ્યાથી સૌથી નાનું પણ મળી આવ્યુ હતું
અંબોલી પોલીસ સ્ટેશન (Maharashtra rape amboli police station)માં 35 વર્ષીય લેખીકાએ નોંધાવેલી ફરિયાદ, દાદરમાં રહેતા એક 75 વર્ષીય વેપારીએ મે મહિનામાં અંધેરીના જેબીનગરમાં આવેલી ધ ઓન ટાઈમ હોટેલમાં સમયાંતરે તેણી પર હુમલો કર્યો હતો. દરમિયાન, પીડિતાએ દાવો (Maharashtra rape victim blame) કર્યો છે કે, તેણે તેની પાસેથી 2 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે પરત કર્યા નથી. આ પૈસા માટે મહિલાએ પોતાના પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: થાણે કોર્ટે અભિનેત્રી કેતકી ચિતાલેને જામીન આપ્યા, જાણો શું હતો મામલો
બિઝનેસમેને મહિલાને દાઉદ ઈબ્રાહિમના નામે સીધી ધમકી આપી છે. તેણે કહ્યું, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મારો મિત્ર છે અને હાજી મસ્તાન મારી પત્નીની બહેનનો પતિ હતો. મહિલાએ દાવો કર્યો છે કે, વેપારીએ તેને આ અંગે કોઈને પણ જાણ થશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આંબોલી પોલીસે કેસ નોંધી વધુ તપાસ માટે અંધેરી MIDC પોલીસને કેસ સોંપ્યો છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે શુક્રવારે આઈપીસીની કલમ 376 (2) એન, 504 હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.