ETV Bharat / bharat

Rajsthan News: બાડમેરમાં અમદાવાદથી આવતી બસને નડ્યો અકસ્માત, 20 લોકો ઘાયલ - 20 people injured

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં રવિવારે સવારે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી બાડમેર તરફ આવી રહેલી એક બસ અચાનક અસંતુલિત થઈને પલટી ગઈ હતી. બસમાં સવાર 20 લોકોને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને બાડમેર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

bus-coming-from-ahmedabad-collided-with-an-accident-in-barmer-20-people-injured

author img

By

Published : Aug 20, 2023, 11:58 AM IST

બાડમેર: એક ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી બાડમેર તરફ આવી રહી હતી. દરમિયાન રવિવારે સવારે જિલ્લાના નેશનલ હાઈવે 68 પર રામજી ગોલ પાસે અચાનક બસ અસંતુલિત થઈને પલટી ખાઈ ગઈ હતી. મળેલી માહિતી અનુસાર બસનું આગળનું ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો. બસમાં 40 મુસાફરો સવાર હતા. જેના કારણે અકસ્માતમાં 20 મહિલા અને પુરૂષ મુસાફરોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

20 લોકો ઘાયલ
20 લોકો ઘાયલ

ઇજાગ્રસ્તો સારવાર હેઠળ: નજીકના લોકો દ્વારા ઉતાવળમાં ઘાયલોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. અહી અકસ્માતની જાણ થતા બાડમેરના ધારાસભ્ય મેવારામ જૈન, સબ ડિવિઝન અધિકારી સમંદર સિંહ ભાટી જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા.

'બસ અમદાવાદથી બાડમેર તરફ આવી રહી હતી. ટાયર ફાટવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 20 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી ચાર-પાંચ લોકોને ફ્રેક્ચર છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર ચાલી રહી છે. ઘાયલોને મળ્યા અને તેઓના હલચલ પૂછ્યા છે. હોસ્પિટલ પ્રશાસનને ઘાયલોની સારી સારવાર માટે સૂચના આપી છે.' -મેવારામ જૈન, ધારાસભ્ય

અમદાવાદથી આવતી હતી બસ: બાડમેર સબ ડિવિઝન અધિકારી સમંદર સિંહ ભાટીએ જણાવ્યું કે ગણેશ ટ્રાવેલ્સની બસ અમદાવાદથી ગીડા જઈ રહી હતી. ખેતસિંહના પ્યાઉ પાસે બસ કાબુમાં પલટી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં હોસ્પિટલ પ્રશાસનને સતર્ક રાખવાની સાથે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

  1. Surat Hit And Run: માંગરોલ તાલુકામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, ગુનો દાખલ
  2. Surat News: ધાતવા ગામની સીમમાં તાપી નદીમાં નાહવા પડેલા બે પૈકી એક યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.