- ભારતીય દૂતાવાસે બુર્જ ખલીફાનો 17-સેકન્ડનો વિડીયો ટ્વીટર પર મૂક્યો
- ભારતની કોરોના સામેની લડતના સમર્થનમાં બુર્જ ખલીફાને તિરંગાથી રંગાયું
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ નોંધાયા
અબુ ધાબી (યુએઈ): દુબઈમાં બુર્જ ખલીફાએ અભૂતપૂર્વ કોરોનાની પરિસ્થિતિ સામે ભારતની લડતમાં સમર્થન આપવા બુર્જ ખલીફાને તિરંગે લપેટ્યું. અબુધાબીમાં ભારતીય દૂતાવાસે રવિવારે એક ટ્વિટમાં વિશ્વની સૌથી ઊંચી ઇમારત, બુર્જ ખલીફાનો 17-સેકન્ડનો વીડિયો ટ્વીટર પર મૂક્યો હતો. જેમાં, ભારતીય ધ્વજ અને staystrongIndia દર્શાવ્યું હતું. 829.8 મીટરની કુલ ઊંચાઈ અને છતની ઊંચાઇ 828 મીટર સાથે, દુબઇમાં ગગનચુંબી ઇમારત બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે.

આ પણ વાંચો: અમેરિકા: ભારતને મદદ કરવા બાઈડન પર વધ્યું દબાણ, સોશિયલ મીડિયા પર ભારતીયોએ અભિયાન શરૂ કર્યુ
દેશમાં 3,49,691 નવા કોરોનાના કેસ નોંધાયા
ભારતીય દૂતાવાસે ટિ્વટ કર્યું હતું કે, “ભારત કોરોના સામે યુદ્ધ ચલાવી રહ્યું છે. ત્યારે, તેના મિત્ર યુએઈએ દુબઈમાં શુભેચ્છા આપી હતી. ભારત કોરોનાની બીજી લહેર વચ્ચે ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે. રવિવારે દેશમાં 3,49,691 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની મહામારી પછીનો સૌથી વધુ એક દિવસીય સ્પાઇક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,767 નવા મોત નોંધાયા છે.
આ પણ વાંચો: કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
તબીબી ઓક્સિજન અને દર્દીઓના બેડની માંગમાં વધારો
કોરોનાની કથળી રહેલી સ્થિતિમાં તબીબી ઓક્સિજન અને કોવિડના દર્દીઓ માટે બેડની માંગમાં વધારો થયો છે. આ સાથે, ઘણા રાજ્યો આવશ્યક તબીબી પુરવઠોમાં તીવ્ર અછતની જોવા મળી રહી છે. કોરોના સંક્રમણમાં કેટલીક તબીબી પરિસ્થિતિઓની સારવારમાં ઓક્સિજનની ઉપલબ્ધતા એ એક મુખ્ય જરૂરીયાત છે.