ETV Bharat / bharat

LPG Cylinder Price: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં બમ્પર ઘટાડો - Bumper reduction in commercial

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹99.75નો ઘટાડો કર્યો હોવાની વિગતો મળી રહી છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા તેની વેબસાઈટ પર નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. એક બાજૂ તહેવારનો સમય છે તો બીજી બાજુ ભાવ ઓછા થતા લોકોને આંશિક રાહત થઈ છે.

LPG Cylinder Price: કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં બમ્પર ઘટાડો

author img

By

Published : Aug 1, 2023, 1:38 PM IST

નવી દિલ્હીઃ મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. મહિલાઓ રસોડામાં જઈ શકે નહીં તેવી સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે ઘરવખરીની તમામ વસ્તુઓથી લઈને ખાવા-પિવાની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પરંતુ આ વચ્ચે તહેવારના સમયમાં લોકોને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹99.75નો ઘટાડો કર્યો છે.

જાણો તમારા શહેરના ભાવઃ તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલકાતામાં કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરનો દર ₹1895.50 થી ઘટીને ₹1802.50 થઈ ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પહેલા ₹1945.00 હતી પરંતુ હવે તે ₹1852.50 થઈ ગઈ છે. આર્થિક રાજધાની મુંબઈમાં તે ₹1733.50 થી ઘટીને ₹1640 પર આવી ગયો છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1945.00 રૂપિયાથી ઘટીને 1852.50 રૂપિયા થઈ ગઈ છે.

સિલિન્ડરની કિંમતમાં કેટલો થયો ઘટાડો: રાંધણ ગેસના ભાવમાં વધારા વચ્ચે આ ભાવ ઘટાડો રાહના સમાચાર કહી શકાય. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 KG કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 99.75 રૂપિયાનો ઘટાડો થયો છે, ત્યારબાદ રાજધાની દિલ્હીમાં 19 KG કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ₹1,680 થઈ ગઈ છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એલપીજી સિલિન્ડરના ભાવ આજથી (1 ઓગસ્ટ 2023)થી અમલમાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેની વેબસાઈટ પર નવી કિંમતો અપડેટ કરી છે.

  1. Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ
  2. દિલ્હીમાં યુવતીને કારમાં ખેંચી જવાના CCTV ફૂટેજ થયા વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.