- ગર્ભવતી મહિલા અને સાસુ પર અત્યાચાર
- પરીવારના પુરુષોને મારીને ભગાડી દેવાયા
- ગર્ભવતીનું સ્વાસ્થ્ય જોખમમાં
છતરપુર: ખજૂરાહોથી 7 કિલોમીટર દૂર આવેલા બંદરગઢ વિસ્તારમાં કેટલાક માથાભારે તત્વોએ એક પરીવાર પર ક્રૂરતા આચરી છે. આ અસામાજીક તત્વોએ ગર્ભવતી મહિલા પર તેના બાળકની સામે દુષ્કર્મ આચર્યું અને તેને ઢોર માર માર્યો હતો. તેની 70 વર્ષની સાસુએ વિરોધ કરતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. તેને પણ 4 દિવસ ઘરમાં પુરી દેવામાં આવી. આ પીડિત મહિલાના પતિ અને દેરને પહેલાં જ મારીને ગામમાંથી ભગાડી દેવામાં આવ્યા છે.
પીડિત મહિલા અને સાસુને બનાવાયા બંધક
મહિલાનો વાંત ફક્ત એટલો છે કે તેણે બિમારીના કારણે ખેતરમાં કામ કરવાની ના પાડી હતી. આથી તેમને માર મારીને ગામની બહાર તગડી મુકવામાં આવ્યા છે. પછી મહિલાઓ સાથે અત્યાચાર આચવામાં આવ્યો હતો અને તેઓ ફરીયાદન કરી શકે માટે તેમને ઘરમાં જ પુરી રાખવામાં આવ્યા છે. જો કે ગર્ભવતી મહિલા સાથે થયેલા અત્યાચાર બાદ તેની તબિયત ખરાબ થઇ છે. જેના કારણે તેનો જીવ જાય તેવી સ્થિતિ આવી છે.
આ પણ વાંચો: પુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધો
પોલીસ સમગ્ર ઘટનાથી અજાણ
ગર્ભવતિ મહિલા સાથે થયેલા અત્યાચાર મામલે પોલીસ અજાણ હતી. જો કે પોલીસે મોડે મોડે આ ઘટના અંગે જાણ થતાં તેઓએ જણાવ્યું છે કે તેઓ મુદ્દે તપાસ કરશે અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરશે. આ મામલે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ લોકેન્દ્ર વર્માએ મુખ્યપ્રધાન સહિત તમામ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને જો 24 ક્લાકમાં આરોપી પકડાઇ નહીં જાય તો તેઓએ આંદોલનની ચિમકી આપી છે.
આ પણ વાંચો: વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ