- મધ્યપ્રદેશના આગર માલવામાં એક અનોખી ઘટના સામે આવી
- 2 વ્યક્તિઓ વચ્ચે એક ભેંસની માલિકીના હકને લઈને થયો વિવાદ
- જોકે, આ વિવાદનો અંત ભેંસે જ લાવી દીધો
આગર માલવાઃ મધ્યપ્રદેશના આગર માલવા (Agar Malwa of Madhya Pradesh) જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં એક ભેંસના માલિકી હક્ક માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ વિવાદને ભેંસે જ ઉકેલ્યો હતો. કાનડ વિસ્તારના સામગ્રી ગામના રહેવાસી ગોપાલની ભેંસ ચોરાઈ હતી. ગોપાલે માકડોનમાં રહેનારા કમલ જાટની ભેંસને પોતાની ભેંસ હોવાનો દાવો કર્યો હતો. જોકે, ત્યારબાદ ભેંસને ખૂલ્લી છોડી દેવામાં આવી હતી. તે દરમિયાન ભેંસ ગોપાલના ઘરે જવાને બદલે બીજે જતી રહી હતી. ત્યારબાદ કમલને ભેંસનો અસલી માલિક જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- Vaccination campaign: વલસાડમાં હોટલ માલિકે કરી અનોખી પહેલ, રસીકરણનું સર્ટી બતાવતા બિલમાં 15 ટકા ડિસ્કાઉન્ટ
7 જૂને ભેંસની થઈ હતી ચોરી
આ અંગે મળતી માહિસી અનુસાર, 7 જૂને ગોપાલ ગોસ્વામીની ભેંસ ચોરાઈ હતી. શનિવારે તેને ખબર પડી કે, ઉજ્જેનની માકડોન પોલીસને ચોરીની એક ભેંસ મળી છે. તો તે તેને જોવા ગયો હતો, પરંતુ જ્યાં સુધી તે પોલીસ સ્ટેશન પહોંચ્યો તો ત્યાં પહેલાથી જ કોઈ વ્યક્તિ ભેંસને લઈને જતો રહ્યો હતો. માહિતી એકત્રિત કર્યા પછી ગોપાલ માકડોનના રહેવાસી કમલ જાટ પાસે પહોંચ્યો હતો. અહીં તેની એક ભેંસને તે પોતાની ભેંસ ગણાવતો હતો. કમલ જાટે કહ્યું હતું કે, તેણે ભેંસને માકડોન વિસ્તારમાંથી ખરીદી હતી. ગોપાલ આ વાતને માનવાથી ઈનકાર કરવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, ભેંસ તેની છે.
આ પણ વાંચો- Karnatak: નાગેનહલ્લી ગામમાં સાપ પ્રત્યે અનોખી પ્રતિક્રિયા
ભેંસને ઘરે લઈ જવાનો પ્રયાસ કરાયો પણ તે બીજે જતી રહી હતી
બંને વચ્ચે ભેંસની માલિકીના હક માટે વિવાદ થયો હતો. વિવાદ વધતા પંચોએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો. ત્યારબાદ સમસ્યાનું નિવારણ લાવવા માટે ભેંસને લોડિંગ વાહનથી ગ્રામ પંચાયત લાવવામાં આવી હતી. ત્યારબાદ ગોપાલના ખેતરમાં ભેંસને છોડી દેવાઈ હતી. અહીં ભેંસને જ્યારે ઘર તરફ લઈ જવાનો પ્રયાસ કરાયો હતો તેણે ગોપાલના ઘરની જગ્યાએ જવાની જગ્યાએ રસ્તો બદલી કાઢ્યો હતો. ત્યારબાદ ભેંસે કમલ જાટ પોતાની સાથે માકડોન લઈ ગયો હતો.