રાયપુરઃ લોકસભામાં બજેટસત્ર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સામે ભૂપેશ બઘેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર એ વાત હતી કે, એમને સત્તા પર લાવવા એ ખોટી વિચારધારા છે. સત્તા પર પાછા ફરવાની વાત ખોટી લાલચ સમાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશને ભ્રષ્ટાચારથી આઝાદી મળી રહી છે. તેજીથી થતો વિકાસ એ ભારત સરકારની ઓળખ બની ગઈ છે. ભારતમાં છેલ્લા બેથી ત્રણ દાયકા અસ્થિરતા રહી હતી. પણ હવે સરકાર પણ સ્થિર છે. બુહમતીની સરકાર રાષ્ટ્રહિતમાં નિર્ણય લેતી સરકાર છે.
આ પણ વાંચોઃ Up woman kidnap: નેતાજીએ ફિલ્મી સ્ટાઈલમાં ઉપાડી પોતાની પ્રેમિકાને, જાણો પછી શું થયું?
શું બોલ્યા મોદીઃ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં સમયની માંગને અનુસાર કામ કરી રહ્યા છીએ. ભારતે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવ્યું છે. કરોડો ભારતીયોને ફ્રીમાં વેક્સિન આપી છે. EDએ તમામ વિપક્ષને એક હરોળમાં મૂકી દીધા છે. આવા કેસમાં ઈડીનો આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ કે ચૂંટણીનું પરિણામ પણ આ લોકોને ભેગા કરી શક્યું નહીં. છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે આ મામલે કાઉન્ટર જવાબ આપતા કહ્યું હતું કે, આ દેશમાં પ્રગતિ કોના થકી છે? ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. શું વિકાસનો માપદંડ માત્ર અદાણી છે?
રાહુલના નિવેદનનો ઉલ્લેખઃ આ અંગે તેમણે રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરીને વિકાસની પરિભાષા સમજાવી હતી. ભાજપ સરકારમાં દેશનો આર્થિક વિકાસ થયો છે. પીએમ મોદીના નિવેદન પર છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે સામો જવાબ આપી દીધો છે. છત્તીસગઢના મુખ્યપ્રધાને એવું કહ્યું કે, વિકાસનો માપદંડ અદાણી નથી. મંગળવારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 609 નંબર પરથી 2જા ક્રમે આવ્યા હતા.
આ પણ વાંચોઃ Tripura Assembly Election 2023: જેપી નડ્ડા આજે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો
કેવો હોવો જોઈએ વિકાસઃ જ્યારે આ રીપોર્ટ પ્રકાશિક થયો ત્યારે સીધા 23માં ક્રમે ફેંકાયા હતા. વિકાસ એવો હોવો જોઈએ જ્યાં ખેડૂતો, શ્રમીકો, યુવા, મહિલાઓ, આદિવાસીઓ સહિત તમામ વર્ગનો વિકાસ થવો જોઈએ. માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોનો વિકાસ નથી જોઈતો. ભારત એક લોકતાંત્રિક દેશ છે. એમાં દરેકનો એક ભાગ છે. વિકાસના કિરણો દરેક વ્યક્તિઓ સુધી પહોંચ્વા જોઈએ.
ચીટફંડઃ ચીટ કંપનીઓની સામે થઈ રહેલી કામગીરી અંગે કહ્યું હતું કે, ભાજપનું કેરેટર સામે આવી ગયું છે. રમણસિંહના કાર્યકાળમાં ચીટફંડ કંપનીઓનો દબદબો રહ્યો હતો. કોંગ્રેસની સરકાર બન્યા બાદ કેન્દ્ર સરકારને એક પત્ર લખીને કડક કાયદો તૈયાર કરવાની અમે માંગ કરી છે. પણ કેન્દ્ર સરકાર આ મામલે પણ કોઈ ધ્યાન આપતી નથી.