નવી દિલ્હી : સંસદ 2023ના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે.કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. લોકસભામાં બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે 47 લાખ યુવાનોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જેના માટે રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ યોજના શરૂ કરવામાં આવશે. આ સાથે જ દેશભરમાં 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખોલવામાં આવશે.
પીએમ પ્રણામ યોજના : નાણાપ્રધાને બજેટમાં વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગોબરધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ ખોલવાની પણ જાહેરાત કરી હતી. તેમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવામાં આવશે. સીતારમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે કૌશલ્ય પ્રદાન કરવા માટે 30 સ્કિલ ઈન્ડિયા નેશનલ સેક્ટર પણ ખોલવામાં આવશે.
આ પણ વાંચો : PM Modi on Budget 2023: આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે, દરેકના સપના પૂરા કરશે
ગ્રામીણ આજીવિકા માટે નવી તકો : નાણાપ્રધાને કહ્યું કે, રોગચાળાથી પ્રભાવિત MSMEને રાહત આપવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે કરારના વિવાદોના સમાધાન માટે સ્વૈચ્છિક સમાધાન યોજના દાખલ કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોબરધન યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વચ્છતા પર સકારાત્મક અસર કરવાનો અને પશુઓ અને જૈવિક કચરામાંથી સંપત્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવાનો છે .આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ આજીવિકા માટે નવી તકો ઊભી કરવાનો અને ખેડૂતો અને અન્ય ગ્રામીણ લોકો માટે આવક વધારવાનો છે.
આ પણ વાંચો : Budget 2023 Highlight: જાણો મોદી સરકારના બજેટની મોટી અને મહત્વની જાહેરાતો
ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતા સિતારા : આ પહેલા બુધવારે નિર્મલા સીતારમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આપણી આઝાદીના 75માં વર્ષમાં દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને ચમકતા સિતારા તરીકે ઓળખાવી છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને પડકારોના આ સમયમાં ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.
શું શું કરવામાં આવશે :
- કૃષિ સ્ટાર્ટઅપ ખોલવા માટે કૃષિ વર્ગ ફંડની સ્થાપના કરવામાં આવશે
- ઓર્ગેનિક ખેતી માટે pm પ્રમાન યોજના જાહેર
- ગોબરધન યોજના માટે દેશભરમાં 500 પ્લાન્ટ લગાવવામાં આવશે
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના PMKVY 4.0 દ્વારા રોજગાર