ન્યુ દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કૃષિ ક્ષેત્ર માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું કે, 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને અપાયા છે. વધુમાં તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામ કરી રહી છેઅને દરેક ક્ષેત્રનાં ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવી છે.
![કૃષિ ક્ષેત્રના બજેટની કેટલીક વિશેષતાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10457161_krushi-1.jpg)
કઠોળનાં ખેડુતોને ચુકવણી
કઠોળનાં ખેડૂતોને વર્ષ 2013-14માં કુલ 263 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા હતા, જે વર્ષ 2020-21માં વધીને 10,530 કરોડ રૂપિયા થઈ ગયા છે.
ડાંગરનાં ખેડુતોને ચુકવણી
ડાંગરનાં ખેડૂતોને વર્ષ 2013-14માં કુલ 63,928 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે વર્ષ 2019-20માં વધીને રૂ.1,41,930 કરોડ થઈ ગયા છે.
ઘઉંનાં ખેડુતોને ચુકવણી
ઘઉંનાં ખેડૂતોને વર્ષ 2013-14માં કુલ 33,874 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે વર્ષ 2019-20માં વધીને 62,802 કરોડ થઈ ગયા છે.
![કૃષિ ક્ષેત્રના બજેટની કેટલીક વિશેષતાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10457161_krushi-2.jpg)
કૃષિ ક્ષેત્રના બજેટની કેટલીક વિશેષતાઓ
- 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને અપાયા
- ખર્ચ કરતા દોઢ ગણી વધુ પૈસા આપવાનો પ્રયાસ
- ખેડૂતો પાસેથી સરકારી ખરીદી પર ભાર મૂકાશે
- કઠોળ, ઘઉં, ડાંગર સહિતના અન્ય પાકનાં MSPમાં વધારો
- MSP પર ખરીદી ચાલુ રહેશે
- એક દેશ રેશનકાર્ડ હશે
- શાકભાજીની મંડીઓ ઇન્ટરનેટથી કનેક્ટ થશે
- કૃષિનું ધિરાણનું લક્ષ્યાંક વધારીને 16 લાખ કરોડ કરવામાં આવ્યું