ETV Bharat / bharat

સર તન સે જુદા, રેલવે ટ્રેક પર મળ્યો વિદ્યાર્થીનો મૃતદેહ, પોસ્ટ કર્યું.... - Bhopal Police investigation

મધ્ય પ્રદેશના હોશંગાબાદ પાસે આવેલા સિઓની માલવાના એક વિદ્યાર્થી અને ભોપાલમાં BTechનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો (body found on railway track) મૃતદેહ મળ્યો છે. વિદ્યાર્થીનો આ મૃતદેહ રાયસેન જિલ્લાના બરખેડા ખાતે રેલવે ટ્રેક પર પડ્યો હતો. વિદ્યાર્થીની સોશિયલ મીડિયા પર (Social Media Post) કરવામાં આવેલી એક પોસ્ટને કારણે આ મામલો ગરમાયો છે. જોકે, આ મામલાને ખૂબ જ ગંભીર તેમજ સંવેદનશીલ માનવામાં આવે છે. આ કેસને ઉદયપુર અને અમરાવતી કાંડ જેવો માનવામાં આવે છે.આ મામલો પોલીસે તબક્કાવાર તપાસ ચાલું કરી દીધી છે.

પોસ્ટ કર્યું ગુસ્તાખ એ નબી કી યહી સજા, સર તન સે જુદા, રેલવે ટ્રેક પર મળ્યો વિદ્યાર્થીનો મૃતદેહ

author img

By

Published : Jul 25, 2022, 3:22 PM IST

Updated : Jul 25, 2022, 3:42 PM IST

સિઓની/માલવા: મધ્ય પ્રદેશના સિવની માલવાનો રહેવાસી યુવક નિશંક રાઠોડ રવિવારે બપોરે 3 વાગ્યા પછી ભોપાલથી ગુમ (body found on railway track) થઈ ગયો હતો. પોલીસ અને પરિવારજનો એને (Bhopal Police investigation) શોધી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે પરિવારના સભ્યોએ નિશંકની ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ (Social Media Post) કરેલી પોસ્ટ જોઈ તો એમના હોશ ઉડી ગયા. આ પોસ્ટમાં નિશંકના ફોટો પર લખવામાં આવ્યું છે કે, પોસ્ટ કર્યું ગુસ્તાખ એ નબી કી યહી સજા, સર તન સે જુદા લખ્યું હતુ. મુદ્દો એ છે કે, યુવકના ફેસબુક અને ઈનસ્ટાગ્રામ પર આને લગતી કોઈ પ્રકારની પોસ્ટ જોવા મળી નથી. અચાનક આ પ્રકારની પોસ્ટને લઈને અનેક વાત ચર્ચામાં છે.

આ પણ વાંચોઃ બિહારમાં બોમ્બ બ્લાસ્ટ થતા 6 વ્યક્તિઓના મોત

3 જિલ્લાની પોલીસ તપાસમાંઃ ગુમ થયાની જાણ થતા જ પરિવારજનો યુવકનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ ફોનની રીંગ જતી હતી. આ પછી પરિવારના સભ્યો ભોપાલ જવા માટે રવાના થયા હતા. નિશંકના મોબાઈલનું લોકેશન બરખેડા પાસે મળી રહ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે બરખેડા રેલવે ટ્રેક પર યુવકનો મૃતદેહ પડ્યો છે. જે બાદ યુવકના પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા રાયસેન, ભોપાલ અને નર્મદાપુરમ જિલ્લાના પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

મોબાઈલ અને વાહન મળી આવ્યાઃ સંબંધીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળેથી મૃતક નિશંક રાઠોડની સ્કૂટી અને મોબાઈલ મળી આવ્યા હતા. આ સાથે રાયસેન પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તમામ પાસાઓ પર તપાસ શરૂ કરી છે. યુવકનું પોસ્ટમોર્ટમ ભોપાલમાં કરવામાં આવ્યું હતું. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે. લોકો આ સમગ્ર મામલાને ઉદયપુરની ઘટના સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. જોકે, આ મામલે પોલીસે ઘણા પાસાઓની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મળેલા માનવ અંગોનો હત્યારો આખરે પિતા જ નીકળ્યો

પોસ્ટ કોણે મૂકી: વિદ્યાર્થી નિશંકના સોશિયલ મીડિયા પર કોણે આ પોસ્ટ કરી કે ગુસ્તાખ એ નબી કી યહી સજા, સર તન સે જુદા અંગે રહસ્ય અકબંધ છે. એવું માનવામાં આવે છે કે વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ હત્યારાઓએ તેના મોબાઈલ ફોન પરથી આવી પોસ્ટ મુકી હશે. પોલીસ આ દિશામાં ગંભીરતાથી તપાસ કરી રહી છે.

પોલીસ કાફલો તૈનાત: રવિવારની રાતથી, મોટી સંખ્યામાં પોલીસ દળો સિવની પહોંચી ગયા છે, શહેરનું વાતાવરણ બગડે નહીં તે માટે પોલીસે ફિક્સિંગ પોઇન્ટ સાથે પેટ્રોલિંગ વધાર્યું છે. રવિવાર રાતથી સોમવાર સવાર સુધી પોલીસ મામલાની ગંભીરતાને જોતા કંઈ પણ બોલવાનું ટાળી રહી છે. જોકે પોલીસ ઉચ્ચ અધિકારી અવધેશ પ્રતાપ સિંહે માત્ર એટલું જ કહ્યું હતું કે મામલો રાયસેન જિલ્લા સાથે સંબંધિત છે, પરંતુ ત્યાંની પોલીસ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. સિઓની માલવામાં ઈતિહાસની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે.

Last Updated : Jul 25, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.