ETV Bharat / bharat

Afzal Ansari: BSPના સાંસદ અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ કરાઈ, જાણો શું છે મામલો - અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ

BSP સાંસદ અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. શનિવારે ગેંગસ્ટર એક્ટમાં અફઝલ અંસારીને 4 વર્ષની સજા કરવામાં આવી હતી.

BSP સાંસદ અફઝલ અંસારી
BSP સાંસદ અફઝલ અંસારી
author img

By

Published : May 1, 2023, 8:24 PM IST

ગાઝીપુરઃ માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. અફઝલ અંસારી બહુજન સમાજ પાર્ટી તરફથી ગાઝીપુરથી સાંસદ હતા. અફઝલને 29 નવેમ્બર 2005ના રોજ તત્કાલિન બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ ગેંગસ્ટર કેસમાં ગાઝીપુર MPMLA કોર્ટે શનિવારે તેને સજા સંભળાવી હતી.

અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ: માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અને બસપાના સાંસદ અફઝલ અંસારીની સંસદ સભ્યતા સોમવારે રદ કરવામાં આવી હતી. ગેંગસ્ટર એક્ટમાં અફઝલ અંસારીને શનિવારે ગાઝીપુરની MPMLA કોર્ટે 4 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેના ભાઈ માફિયા મુખ્તાર અંસારીને પણ ગેંગસ્ટર કેસમાં ગાઝીપુરની MPMLA કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સાથે MPMLA કોર્ટે મુખ્તાર પર 5 લાખ રૂપિયા અને અફઝલ અન્સારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્તાર અંસારી પહેલાથી જ બાંદા જેલમાં બંધ છે, જ્યારે સાંસદ અફઝલ અંસારી સજા સંભળાવતા પહેલા જામીન પર બહાર હતા.

આ પણ વાંચો: મુખ્તાર અંસારી સહિત 12 વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ, જાણો સમગ્ર મામલો

2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ: આ કેસમાં સાંસદ અફઝલ અંસારી અને માફિયા મુખ્તાર અંસારી વિરુદ્ધ 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં શનિવારે ગાઝીપુર MPMLA કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા અને સજા સંભળાવી હતી. જેમાં અફઝલ અંસારીને 4 વર્ષની અને મુખ્તાર અંસારીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો: તેજસ્વી યાદવની મુશ્કેલીમાં થયો વધારો, માનહાનિ કેસમાં અમદાવાદની કોર્ટમાં થઇ પ્રથમ સુનાવણી

શું હતો મામલો: 29 નવેમ્બર 2005ના રોજ મોહમ્મદાબાદના ભાવરકોલ પોલીસ સ્ટેશન વિસ્તારના બસનિયા ચટ્ટીમાં તત્કાલિન ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર અંસારી અને અફઝલ અંસારી મુખ્ય આરોપી હતા. આ કેસ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો હતો. બંને ભાઈઓ મુખ્તાર અંસારી અને અફઝલ અંસારીને સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.