નવી દિલ્હીઃ ગુરુવારે જમ્મુની સરહદે પાકિસ્તાની રેન્જર્સે વિનાકારણ ગોળીબાર કર્યો હતો. જેમાં બીએસએફના હેડ કોન્સ્ટેબલ લાલફામ કીમા એક નીડર સૈનિક હતા. તેમણે એકવાર જમ્મુ કાશ્મીર એલઓસી પર આતંકવાદી વિરોધી ઓપરેશનમાં પોતાના ડઝનથી વધુ સાથીદારોનો જીવ બચાવ્યો હતો. 1998ના શિયાળામાં ગુલ ગામમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક માટીના કાચા મકાનમાં એક આતંકવાદી છુપાયેલ હતો. આ આતંકવાદી બોમ્બ ફોડવા જતો હતો ત્યારે કીમાએ પોતાની એલએમજીથી આ ઘર પર ગોળીબાર કર્યો અને આતંકવાદીને ખતમ કરી દીધો હતો. કીમા જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા કે, "તુ બોમ્બની પીન નિકાળીશ...."
આ ઓપરેશનને યાદ કરતા કીમના તત્કાલીન કમાંડિંગ ઓફિસરે એક ભાવનાત્મક પોસ્ટ લખી છે, જેને બીએસએફના અનેક અધિકારીઓએ શેર કરી છે. ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદે જમ્મુના રામગઢ સેક્ટરમાં ગુરુવારે પાકિસ્તાની રેન્જર્સ વિનાકારણ ગોળીબાર કરી દીધો હતો. આ ગોળીબારમાં 50 વર્ષીય હેડ કોન્સ્ટેબલ કીમા શહીદ થયા હતા. આઈઝોલના રહેવાસી હેડ કોન્સ્ટેબલ કીમા 1996માં બીએસએફમાં જોડાયા હતા. તેઓ અત્યારે 148મી બટાલિયનમાં ફરજ પર હતા. આ બટાલિયન આંતરરાષ્ટ્રિય સરહદની હિફાજત કરી રહી હતી.
કીમાના પૂર્વ સીઓ સુખમિંદરે શહીદને યાદ કરતા લખ્યું કે જ્યારે સરહદ પર વિના કારણ થયેલા ગોળીબારમાં પોતાના સાથીના મૃત્યુના સમાચાર સાંભળીને હું અંદરથી હચમચી ગયો છું. હું યુવા અધિકારીઓ અને સૈનિકોને 25 વર્ષ પહેલા એક ઓપરેશનમાં કીમાએ જે બહાદુરી અને સતર્કતા દાખવી હતી તે કિસ્સો અવારનવાર સંભળાવું છે.
આ પોસ્ટમાં સીઓ લખે છે કે આતંકવાદી માટીના કાચા મકાનની અંદર છપાયેલા હતા. આ આતંકવાદી ફિદાયન હુમલો કરવા માંગતા હતા. જેમાં તેઓ બોમ્બ ઉડાવીને પોતાને અને બીએસએફ જવાનોને મારવા માંગતા હતા. આતંકવાદીઓ બોમ્બની પિન ખેંચીને વિસ્ફોટ કરવાના જ હતા કે બીએસએફ જવાનો અંદર ઘુસી ગયા અને કીમાએ ગોળીબાર કરી દીધો. બાકી બીએસએફ જવાનો ઘરની અંદર સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે કીમાની નજર અચાનક બોમ્બની પિન નિકાળતા આતંકવાદી પર પડી. કીમાએ સતર્કતા દાખવીને આ આતંકવાદીને ગોળીઓથી ભૂંજી કાઢ્યો. કીમાના આ સાહસે હાજર રહેલા બીએસએફ જવાનોની જિંદગી બચાવી હતી. સીઓના મતે જો આતંકવાદી બોમ્બની પિન નિકાળવામાં સફળ થાત તો ડઝનેક બીએસએફ જવાનોએ જીવ ગુમાવવો પડત. કીમા ગોળી મારતી વખતે બૂમો પાડતા હતા કે, "તુ બોમ્બની પીન નિકાળીશ...."