- વિશ્વના સૌથી મોટા કેન્દ્રિય બળ તરીકે લોકપ્રિય BSFનો આજે સ્થાપના દિવસ
- શરીરને પીઘળાવી દે તેવી ઠંડી હોય કે તપતું રણ, સરહદ પર નીડર થઈને આપણા જવાન સુરક્ષા કરી રહ્યા છે
- પોતાના જીવ સુધી ન્યોચ્છાવર કરનારા સીમા સુરક્ષા બળના જવાનોના સ્થાપના દિવસ પર સલામ
હૈદરાબાદઃ વિશ્વના સૌથી મોટા કેન્દ્રિય બળ તરીકે લોકપ્રિય સીમા સુરક્ષા બળ (Border Security Force) જેનો ધ્યાય છે 'જીવન માટે ફરજ' આજે પોતાનો 57મો સ્થાપના દિવસ (BSF 57th Raising Day) ઉજવી રહ્યું છે. બીએસએફ પહેલી વખત રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્ર જૈસલમેરમાં પોતાનો સ્થાપના દિવસ (BSF Foundation Day 2021) ઉજવી રહ્યું છે.
-
01 Dec 2021
— BSF (@BSF_India) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
On #BSFDay2021 as we turn 57, our 'journey' in the service of the motherland continues for eternity.
It is an honour to serve & protect.
A promise we shall forever keep: जीवन पर्यन्त कर्त्तव्य
सीमा सुरक्षा बल - सर्वदा सतर्क#JaiHind #FirstLineofDefence#NationFirst pic.twitter.com/HLoxqORukc
">01 Dec 2021
— BSF (@BSF_India) November 30, 2021
On #BSFDay2021 as we turn 57, our 'journey' in the service of the motherland continues for eternity.
It is an honour to serve & protect.
A promise we shall forever keep: जीवन पर्यन्त कर्त्तव्य
सीमा सुरक्षा बल - सर्वदा सतर्क#JaiHind #FirstLineofDefence#NationFirst pic.twitter.com/HLoxqORukc01 Dec 2021
— BSF (@BSF_India) November 30, 2021
On #BSFDay2021 as we turn 57, our 'journey' in the service of the motherland continues for eternity.
It is an honour to serve & protect.
A promise we shall forever keep: जीवन पर्यन्त कर्त्तव्य
सीमा सुरक्षा बल - सर्वदा सतर्क#JaiHind #FirstLineofDefence#NationFirst pic.twitter.com/HLoxqORukc
સીમા ક્ષેત્રમાં પહેલી વખત સ્થાપના દિવસ સમારોહ
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી હતી કે, ગૃહ મંત્રાલય (MHA)થી મંજૂરી મળ્યા પછી પહેલી વખત સીમા ક્ષેત્રમાં સ્થાપના દિવસ સમારોહ (BSF Day Celebration) યોજવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે ગયા મહિને સીમા સુરક્ષા બળને પંજાબ, પશ્ચિમ બંગાળ અને અસમમાં આંતરરાષ્ટ્રીય સીમાથી વર્તમાન 15 કિલોમીટરથી 50 કિલોમીટરની રેન્જમાં તપાસ, જપ્તી અને ધરપકડ કરવા માટે અધિકૃત કરવા માટે બીએસએફ અધિનિયમ (BSF Act)માં સંશોધન કર્યું હતું.
વર્ષ 1965માં થયું હતું ગઠન
ભારતની સીમાઓની સુરક્ષા માટે 1 ડિસેમ્બર 1965ના દિવસે એક વિશેષ બળ સીમા સુરક્ષા બળનું ગઠન કરવામાં આવ્યું હતું. જોકે, વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અનેક તકલીફ આવી હતી. ત્યારબાદ તેનું ગઠન કરવામાં આવ્યું હતું. બીએસએફના નિર્માણ પહેલા ભારત-પાકિસ્તાન સીમા પર 1947થી 1965 સુદઈ સુરક્ષા અને દેખરેખની જવાબદારી રાજ્ય પોલીસના જવાનો પર હતી. તે દરમિયાન અનેક સમસ્યાઓ આવી હતી. સૌથી મોટી તકલીફ અનેક રાજ્યોની પીલોસમાં તાલમેલને લઈને આવી હતી.
વર્તમાનમાં બીએસએફની પાસે 192 બટાલિયન (3 એનડીઆરએફ સહિત) છે
પોલીસ બળોએ ફેડરલ સરકારથી સ્વતંત્ર કાર્ય કર્યું અને અન્ય રાજ્યોની સાથે ઓછો સંચાર કર્યો. પોલીસના આ જવાન વિકટ પરિસ્થિતિમાં કામ કરવા માટે સંપૂર્ણ રીતે ટ્રેઈન્ડ પણ નહતા. હથિયાર, સાધનો અને સંશાધનો પણ પૂરતા નથી. સેના કે અન્ય કેન્દ્રિય પોલીસ બળની સાથે ખૂબ જ ઓછો કે કોઈ સમન્વય નહતો. તેમની પાસે મજબૂત ખાનગી આધારભૂત સંરચનાની પણ અછત હતી. આ જ કારણથી દેશની સરહદોની રક્ષા માટે અલગ બળનું ગઠન કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં બીએસએફની પાસે 192 બટાલિયન (03 એનડીઆરએફ સહિત) છે.
દરેક મુશ્કેલનો સામનો કરવા તૈયાર છે આપણા જવાન
બીએસએફના સીમા સુરક્ષા કર્તવ્યોને 2 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પશ્ચિમી ક્ષેત્ર ભારત-પાકિસ્તાન સીમા, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના રાજ્યોની સાથે 2,290 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સીમે અને જમ્મુ-કાશ્મીરમાં 237 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા છે. પૂર્વીય ક્ષેત્ર પણ ઓછો પડકારભર્યો નથી. ગુનાહિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવો, તસ્કરીથી ગેરકાયદે અવરજવર, ઘૂસણખોરી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવાનો હોય છે.
આતંકવાદી અને અલગાવવાદી જોખમોને ઓછા કરવામાં BSF સક્રિય રીતે સામેલ
આ સાથે જ બીએસએફ ભારતની સામે આવનારી વિવિધ આતંકવાદી અને અલગાવવાદી જોખમોને ઓછા કરવામાં સક્રિય રીતે સામેલ છે. ઉગ્રવાદીઓની સામે લડવું, પંજાબ પોલીસ બળોને તાલીમ આપવી અને સીમા વાડ બાંધકામમાં પણ તેમની ભૂમિકા રહે છે. ગૃહ મંત્રાલય અંતર્ગત એક સશસ્ત્ર પોલીસ બળ તરીકે બીએસએફની ભૂમિકા સીમાઓથી દૂર ક્ષેત્રોમાં ઘરેલુ સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની દેખરેખ પણ હોય છે. ક્યાંય પણ ઈમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તેમની સેવા લેવામાં આવે છે.
- ઓછા ખતરાવાળા ક્ષેત્રોમાં ત્યાં સુધી ટકી રહે જ્યાં સુધી દુશ્મનને જડબાતોડ જવાબ આપવાનો આયોજન ન થઈ જાય.
- દુશ્મન કમાન્ડો/પેરા ફોર્સ સામે મહત્ત્વપૂર્ણ સ્થાપનાઓની (BSF Day Celebration) સુરક્ષા.
- સશસ્ત્ર બળોની સમગ્ર યોજનાની અંદર અર્ધસૈનિક કે દુશ્મનના અનિયમિત બળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહી
- સેનાના નિયંત્રણ ક્ષેત્રમાં કાયદા વ્યવસ્થા યથાવત્ રાખવા. યુદ્ધના કેદીઓની સુરક્ષા. ઘુસણખોરી રોકવી.
- કારગિલ યુદ્ધ 1999 દરમિયાન બીએસએફ પહાડોની ઊંચાઈ પર ટકી રહ્યા અને સેનાની સાથે એકત્રિત થઈને પોતાની સંપૂર્ણ તાકાતથી દેશની અખંડતાનું રક્ષણ કર્યું.
- બીએસએફના જવાન છેલ્લા 10 વર્ષથી મણિપુરમાં આંતરિક સુરક્ષા ડ્યૂટી કરી રહ્યા છે અને તે ક્ષેત્રોમાં સફળતાપૂર્વક ઉગ્રવાદથી લડી રહ્યા છે.
- 26 જાન્યુઆરી 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપ દરમિયાન સૌથી પહેલા બીએસએફે સંકટગ્રસ્ત લોકોની મદદ કરી હતી.
- બીએસએફ કરતારપુર કોરિડોર પર સુરક્ષા સંભાળી રહ્યા છે.
- બીએસએફને પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમાઓ પર વિવિધ આઈસીપી અને એલસીએસ પર તહેનાત કરવામાં આવ્યા છે.
- બીએસએફે કોવિડ મહામારી દરમિયાન સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સંવેદનશીલ બનાવ્યા છે અને નાગરિક કાર્યવાહી કાર્યક્રમ અંતર્ગત આવશ્યક સહાયતા આપી છે.
- પ્રાકૃતિક સંપત્તિના સમયે બીએસએફ તહેનાતી ક્ષેત્રોમાં સહાયતા આપે છે. જેવા 2013માં કેદારનાથ દુર્ઘટના દરમિયાન લોકોના જીવ બચાવ્યા હતા. વર્ષ 2014માં કાશ્મીરમાં પૂર દરમિયાન લોકોને સુરક્ષિત કાઢવા. વર્ષ 2018માં કેરળમાં પૂર દરમિયાન લોકોની મદદ કરી.
આ પણ વાંચો- BSFના અધિકાર ક્ષેત્રમાં વિસ્તરણથી પંજાબ સરકાર નારાજ, કેન્દ્રને નિર્ણય પરત લેવાની માગ
આ પણ વાંચો- Diwali 2021 : ભારત અને પાકિસ્તાનની સેનાઓએ એકબીજાને મીઠાઈની આપી ભેટ