ETV Bharat / bharat

Pakistani drone: પાકિસ્તાની ડ્રોન ઝડપાયું, BSF અને પંજાબ પોલીસને તરનતારન જિલ્લામાંથી મળ્યું ચીન બનાવટનું પાકિસ્તાની ડ્રોન - બીએસએફ પંજાબ

બોર્ડર સિક્યોરિટી ફોર્સે પંજાબ પોલીસ સાથે મળીને કંબોકે ગામના ખેતરોમાંથી એક ચીની બનાવટનું પાકિસ્તાની ડ્રોન ઝડપી પાડ્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ડ્રોનનો ઉપયોગ ભારતીય ક્ષેત્ર પર પ્રતિબંધિત વસ્તુઓ છોડવા માટે કરવામાં આવી રહ્યો હતો.

પંજાબના તરનતારન જિલ્લામાંથી પાકિસ્તાની ડ્રોન ઝડપાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 9:24 AM IST

તરનતારન (પંજાબ): બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ મંગળવારે પંજાબ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં પંજાબના તરનતારન જિલ્લામાં એક ખેતરમાંથી ચીની બનાવટનું પાકિસ્તાની ડ્રોન ઝડપી પાડ્યું છે. BSFએ કહ્યું કે તેમણે મારી કંબોકે ગામ પાસે બિઅંત સિંહ નામના ખેડૂતના ખેતરમાંથી ક્વાડકોપ્ટર ડ્રોન (મોડલ- DJI Mavic 3 ક્લાસિક, મેડ ઇન ચાઈના) રિકવર કર્યું છે.

કંબોકે ગામના એક ખેતર માંથી મળ્યું ડ્રોન: સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, BSF 103 બટાલિયન અને પંજાબ પોલીસને ખાલરા બોર્ડર નજીકના સરહદી વિસ્તાર પાસે BOP પોસ્ટ ધર્મ સિંહ નજીક શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિની માહિતી મળી હતી. જેના પગલે ખાલડા પોલીસ સ્ટેશનના વડા બલવિંદર સિંહ તેમની ટીમ સાથે બીએસએફની ટીમ સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને ખેતરોમાંથી એક ડ્રોન કબજે કર્યું હતું. આ ડ્રોન વિશે BSF તરફથી ચોક્કસ માહિતી પર, BSF અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. BSF તરફથી મંગળવારે એક જાહેર વિજ્ઞપ્તીમાં જણાવાયું હતું કે, તરનતારન જિલ્લાના મારી કંબોકે ગામ ઉપરાંત બહારના વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન, લગભગ 6:30 કલાકે, એક પાક-આધારિત ડ્રોન (ક્વાડકોપ્ટર), તૂટેલી હાલતમાં ખેતરમાં પડેલું જોવા મળ્યું હતું,"

ડ્રોન દ્વારા શંકાસ્પદ પ્રવૃતિ: વધુમાં જણાવાયું છે કે, "પ્રાપ્ત ડ્રોન એક ક્વાડકોપ્ટરન (મોડલ - DJI Mavic 3 ક્લાસિક, ચીનમાં બનેલું) છે" આ અગાઉ મંગળવારે, બીએસએફએ ફાઝિલ્કા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી હેરોઈન હોવાની આશંકાને પગલે માદક પદાર્થના ચાર પેકેટ ઝડપી પાડ્યાં હતાં. BSFએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ફાઝિલ્કા જિલ્લાના જોધાવાલા ગામની બહારી સીમમાં એક ઓપરેશન ઘડવામાં આવ્યું હતું. BSFએ માદક દ્રવ્યોના ચાર પેકેટ જપ્ત કર્યા છે, જે ડ્રોન દ્વારા છોડવામાં આવ્યા હોવાની આશંકા છે.

બીએસએફએ વધુમાં જણાવ્યું હતું કે, "બીએસએફ પાર્ટીએ કાળા રંગની બેગમાં હેરોઈનના ચાર પેકેટ રિકવર કર્યા હતા, જેનું કુલ વજન 2.090 કિગ્રા હતું, જે લાઇટ સ્ટ્રીપ્સ સાથે જોડાયેલ હતા, જે સૂચવે છે કે આ પેકેટોને ડ્રોનનો ઉપયોગ કરીને છોડવામાં આવ્યા હતા."

  1. Delhi News: દિલ્હી સ્થિત ઈઝરાયલી એમ્બેસી નજીક બ્લાસ્ટની સૂચના મળતા દોડધામ મચી ગઈ
  2. Delhi Weather: દિલ્હી-NCRમાં આજે પણ ગાઢ ધુમ્મસ, ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી, ઓરેન્જ એલર્ટ જાહેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.