ETV Bharat / bharat

BREAKING NEWS :જામનગરમાં મુખ્યપ્રધાન હસ્તે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું થયું લોકાર્પણ - undefined

BREAKING NEWS : દ્વારકા જિલ્લામા ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર

author img

By

Published : Jul 6, 2022, 6:51 AM IST

Updated : Jul 6, 2022, 10:45 AM IST

10:40 July 06

જામનગર વાસીઓને ટ્રાફિક સમસ્યાથી મળશે રાહત

જામનગરમાં મુખ્યપ્રધાન હસ્તે સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જામનગર વાસીઓને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે.

09:20 July 06

કચ્છ જિલ્લામાંથી આવેલ ભક્તોએ વરસાદી માહોલમાં ભગવાન દ્વારકાધીશને ધ્વજા ચડાવી

કચ્છ જિલ્લામાંથી આવેલ ભક્તોએ વરસાદી માહોલમાં ધામધૂમ પૂર્વક વાંચતે ગાજતે ભગવાન દ્વારકાધીશના મંદિરે કાળીયા ઠાકોરના દર્શન કરી અને ભગવાન દ્વારકાધીશના શિખર ઉપર ધજા ચડાવી હતી.

08:53 July 06

PM મોદી ગુજરાત આવશે

PM મોદી ફરીવાર ગુજરાત આવશે. 15 જુલાઈએ સાબરકાંઠામાં સાબરડેરીના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. સાબરકાંઠા સિવાય કચ્છ અને ગાંધીનગરની પણ મુલાકાત લેશે.

08:15 July 06

ભુજમાં વરસાદી માહોલ જામ્યો

વહેલી સવારથી જ ભુજમાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે તાલુકામાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા. સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

08:01 July 06

કોડિનારમાં ભારે વરસાદ

કોડિનારમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે કોડિનારનું માલશ્રમ ગામ પાણી પાણી થયું છે. કોડિનારમાં 6.5 ઈંસ વરસાદ થયો છે.

07:26 July 06

છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કેટલો પડ્યો વરસાદ જાણો...

છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 5 મીમી, કરજણમાં 23 મીમી, ડભોઈમાં 5 મીમી, ડેસરમાં 6મીમી, પાદરામાં 6 મીમી, વાઘોડિયામાં 27 મીમી, સાવલીમાં 10 મીમી, શિનોરમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.

06:30 July 06

દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર

છેલ્લા 2-3 દિવસથી દેવભૂમી દ્વારકા જિલ્લના ઘણા ગામોમાં અવિરત ચાલતા વરસાદથી નદીઓ બે કાંઠે વહી ચૂકી છે અને તળાવ અને કૂવામાં પણ પાણીની આવક થઈ ચૂકી છે. હાલ ચાલી રહેલા વરસાદી આ માહોલ આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહી લાગે. સતત 2 તારીખથી ચાલી રહેલા આ વરસાદની પરિસ્થિતિને જોતા દ્વારકામાં તા 7 થી 9 સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Last Updated : Jul 6, 2022, 10:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.