ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપાવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. આ સાથે જ, ભાવનગર શહેરમાં NDRF ટિમ તૈનાત કરવામાં આવી છે. જેમાં, 25 રેસ્ક્યુર સાથે MMFR,CSSR, ફ્લડ વોટર રેસ્ક્યુ અને અન્ય બચાવ સામગ્રી સાથે ટિમ સજ્જ કરવામાં આવી છે.
BREAKING NEWS: ભાવનગરમાં ભારે વરસાદને પગલે NDRF ટિમ તૈનાત કરાઈ - live news updates

11:37 July 05
ભાવનગર શહેરમાં NDRF ટિમ તૈનાત
09:22 July 05
એકનાથ શિંદેએ કર્યો મોટો ખુલાસો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે જાહેરમાં કહ્યું હતું કે, શિવસેના નેતૃત્વ સામેના તેમના તાજેતરના "બળવો" પાછળ ભાજપનો હાથ છે. શિંદેએ કહ્યું કે ગુજરાતમાંથી ગુવાહાટી ગયા બાદ તેઓ ફડણવીસને મળતા હતા જ્યારે તેમના જૂથના ધારાસભ્યો સૂતા હતા, પરંતુ ધારાસભ્યો જાગે તે પહેલા તેઓ (ગુવાહાટી) પરત ફરતા હતા. ગૃહમાં વિશ્વાસ મત જીત્યા પછી રાજ્ય વિધાનસભામાં શિંદેની ટિપ્પણીએ સ્પષ્ટ કર્યું કે, ભાજપના નેતા અને વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ સમયગાળા દરમિયાન શિંદેના નેતૃત્વવાળા જૂથની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ હતા.
07:24 July 05
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 10.00 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેબિનેટની બેઠકમાં મુદ્દાની વાત કરવામાં આવે તો, રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ, બચાવ કામગીરીની સમીક્ષા, મૂંગા પશુઓના ઘાસચારા, કોરોના કેસ બાબતે ખાસ સમીક્ષા અને ચર્ચા કરવામાં આવશે.
06:38 July 05
શિકાગોમાં સ્વતંત્રતા દિવસની પરેડમાં ગોળીબાર
યુએસ શહેર શિકાગોમાં હાઈલેન્ડ પાર્ક નજીક સોમવારે સ્વતંત્રતા દિવસની પરેડ દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 24 લોકો ઈજાગ્રસ્થ થયા છે. પોલીસ શંકાસ્પદ હુમલાખોરને શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેણે એક બિલ્ડિંગની છત પરથી ફાયરિંગ કર્યું હતું. હાઈલેન્ડ પાર્ક પોલીસ કમાન્ડર ક્રિસ ઓ'નીલે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા વિનંતી કરી છે.