ETV Bharat / bharat

BREAKING NEWS: અમેરિકામાં ગુજરાતના મોટેલ માલિકની હત્યા - live news updates

BREAKING NEWS LIVE UPDATES GUJARAT
BREAKING NEWS LIVE UPDATES GUJARAT
author img

By

Published : Jul 3, 2022, 6:37 AM IST

Updated : Jul 3, 2022, 10:13 AM IST

10:07 July 03

અમેરિકામાં ગુજરાતના મોટેલ માલિકની હત્યા

અમેરિકામાં મોટેલ ચલાવનાર ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. હોટલમાં આવેલા સકસે માથાકૂટ કરીને સુરતના સચિનના જગદીશ પટેલની હત્યા કરી દીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મોટેલના રૂમના ભાડા મુદ્દે આરોપીએ જગદીશ પટેલ પર ગોળી ચલાવી હતી.

08:36 July 03

મહારાષ્ટ્રમાં વિધાનસભા સ્પીકરની આજે ચૂંટણી

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી આજે રવિવારે યોજાવાની છે, જેમાં શનિવારે શિંદે સરકાર અને મહા વિકાસ અઘાડી (MVA) ના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષી MVA ગઠબંધને શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીને નિર્ણાયક પદ માટે નામાંકિત કર્યા છે.

08:20 July 03

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

ટ્વિટર પર સૌથી લોકપ્રિય અને આમ આદમી પાર્ટીના કન્વીનર તથા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે રવિવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત પ્રવાસ પર CM કેજરીવાલ પાર્ટી કાર્યકર્તાઓ સાથે અનેક મુદ્દાઓ પર બેઠક કરશે.

07:15 July 03

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રએ એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે અને NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજકોટમાં ત્રણ અને સુરત, બનાસકાંઠામાં NDRFની એક એક ટીમ રવાના થશે.

06:22 July 03

PM મોદી આજે હૈદરાબાદમાં જનસભાને કરશે સંબોધિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 જુલાઈના રોજ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે 'વિજય સંકલ્પ સભા'ના નામથી જાહેર સભાને સંબોધિત કરશે. જાહેર સભાનું શીર્ષક જ સૂચવે છે કે, મોદી આગામી વર્ષે (2023) તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના કાર્યકરોને તૈયાર કરવા માટે ચૂંટણીનું બ્યુગલ વગાડી શકે છે. મોદી શનિવારે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને આજે રવિવારે સાંજે જાહેરસભાને સંબોધિત કરશે.

Last Updated : Jul 3, 2022, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.