આંધ્રપ્રદેશ : મોબાઈલ અથવા ઓનલાઈન ગેમ્સના કારણે આત્મહત્યા(Suicide due to online games) અથવા મોતનો સિલસિલો અથાવતા જોવા મળી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં એક 16 વર્ષીય કિશોરે PUBG ગેમમાં હારી જવાને કારણે પોતાના રુમના પંખા સાથે લટકીને જીવનનો અંત લાવી દિધો(boy commits suicide after losing a PUBG game) છે. આ આત્માહત્યા પાછળ તેના મિત્રને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ ઘટના રવિવારે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના માછલીપટ્ટનમ શહેરમાં બની છે.
આ પણ વાંચો - PUBG કેસમાં પુત્ર 5000માં માતાના મૃતદેહનો નિકાલ કરવા માંગતો હતો
PUBG એ લિધો વધું જીવ - મૃતક છોકરો કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક નેતા શાંતિરાજનો પુત્ર છે. તેને PUBG રમવાનું વ્યસન હતું. તે રવિવારે તેના મિત્રો સાથે આ ગેમ રમી રહ્યો હતો, જેમાં તે હારી ગયો હતો. આ હાર બદલ તેના મિત્રોએ તેની મજાક ઉડાવી હતી અને તેને એટલો અપમાનિત લાગ્યું કે તેણે આવું પગલું ભરવું પડયું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
આ પણ વાંચો - પુત્રનુ PUBGનુ વ્યસન માતાને પડ્યું ભારે, ગુસ્સે થયેલા પિતાએ...
PUBG પર બેન કયારે - જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટાંટિયા કુમારીએ રાજ્ય અને કેન્દ્ર સરકારે PUBG જેવી રમતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ એવી માગણી કરી છે. કારણ કે તેનાથી દેશમા બાળકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. 2019 માં દેશમાં PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે ફરીથી અલગ નામ સાથે પુનરાગમન કર્યું છે.