- અભિનેત્રી કંગના રણૌતને બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઝટકો
- કંગનાએ હાઈકોર્ટમાં પાસપોર્ટ રિન્યુઅલ અંગે નિર્દેશ આપવા અરજી કરી હતી
- કંગનાને છેલ્લા સમયે કેમ યાદ આવ્યું કે પાસપોર્ટ રિન્યુ કરાવવાનો છેઃ હાઈકોર્ટ
- હાઈકોર્ટમાં કંગનાની અરજી પર હવે 25 જૂને સુનાવણી કરવામાં આવશે
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત ફરી એક વાર હાઈકોર્ટની શરણે ગઈ છે. જોકે, આ વખતે તેણે પોતાના પાસપોર્ટ રિન્યુઅલ મામલે અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે કંગનાને કોઈ પણ પ્રકારની રાહત આપી નથી. હાઈકોર્ટે આ અંગે આજે સુનાવણી કરતા કંગનાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. હવે આ મામલાની સુનાવણી 25 જૂને થશે.
આ પણ વાંચો- બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાની કઈ રીતે પોતાની ત્વચાનું ધ્યાન રાખે છે? જુઓ
અભિનેત્રીએ ખોટી અરજી દાખલ કરીઃ હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે કંગના રણૌતની અરજી સુનાવણી કરતા કહ્યું હતું કે, અભિનેત્રીએ ખોટી અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યારે પાસપોર્ટની અવધિ પૂર્ણ થઈ રહી છે તો છેલ્લા સમયે અરજી દાખલ કેમ કરવામાં આવી? ત્યારબાદ કોર્ટે કંગનાને ફરી એક વાર અરજી દાખલ કરવાનો નિર્દેશ આપતા 25 જૂન સુધી સુનાવણી ટાળી દીધી છે.
આ પણ વાંચો- Birthday Celebration: દિશા પટનીએ બોયફ્રેન્ડના પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ, વાઈરલ થઈ રહ્યાં છે ફોટો
કંગનાને શૂટિંગ માટે બુડાપેસ્ટ જવાનું છે
આપને જણાવી દઈએ કે, કંગના રણૌતના પાસપોર્ટની અવધિ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થઈ રહી છે. તેમણે 15 જૂનથી 20 ઓગસ્ટ 2021 સુધી હંગરીના બુડાપેસ્ટમાં પોતાની ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગ માટે જવાનું હતું. પાસપોર્ટ ઓફિસે કંગનાના પાસપોર્ટને રિન્યુ કરવા માટે કોર્ટના નિર્દેશની માગ કરી હતી. કારણ કે, કંગના પર સમુદાયોમાં નફરત ફેલાવવા, સાંપ્રદાયિકતા ફેલાવવા, આપત્તિજનક ટ્વિટ કરવા અને રાજદ્રોહનો મામલો ચાલી રહ્યો છે.