હૈદરાબાદઃ અવાર નવાર ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતી હોય છે કયારેક અફવા હોય છે તો કયારેક હકીકત હોય છે. ફરી વાર એવો જ એક બનાવ સામે આવ્યો છે. ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપવામાં આવી હતી. આ જાણકારી સેનાના એક અધિકારીએ આપી હતી. કારણ કે તેને એરપોર્ટ પહોંચવામાં મોડું થયું હતું. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ આરોપી અધિકારીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
વિમાનમાં 118 મુસાફરો સવાર: હૈદરાબાદથી ચેન્નાઈ માટે ટેકઓફ , સોમવારે સવારે 10:15 વાગ્યે એક ફ્લાઈ કરવાની હતી.આ પહેલા અચાનકથી હૈદરાબાદ એરપોર્ટ પર ફોન આવ્યો હતો. આ ફોનએ દરેક લોકોને હાફળા-ફાફળા કરી દીધા હતા. આ પ્લેનમાં 118 મુસાફરો સવાર હતા. ફોન કરી અને બોમ્બ વિશે માહિતી આપી તરત જ આ ફોન કાપી નાંખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Earthquake in turkey: તુર્કીમાં ફરી બે મોટા આંચકા અનુભવાયા, 3ના મોત, 213 ઈજાગ્રસ્ત
પોલીસ દળોને તૈનાત: આ માહિતી મળતાની સાથે જે પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે મોટી માત્રામાં પોલીસને ઉતારવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિમાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા કોઇ બોમ્બ કે એવી કોઇ વસ્તુ મળી આવી ન હતી. જેના કારણે પોલીસે જે કોલ આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
ફોન નંબર: પોલીસએ તપાસ કરતા માહિતી મળી હતી કે આ ફોન નંબર ચેન્નાઈના પથીરૈયાનો હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ કરતા એ ફોનમાં હૈદરાબાદનો સિગ્નલ નીકળ્યો હતો. પોલીસે તરત જ એક્શન મોડમાં આવી અને આરોપીને હૈદરાબાદ એરપોર્ટથી પક્ડી પાડ્યો હતો. આરોપીને પોલીસે પકડીને તપાસ કરતા આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે કે તે તેલંગાણાનો છે. ચેન્નાઈમાં આર્મી એન્જિનિયરિંગ સર્વિસ હેડક્વાર્ટરમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે કામ કરે છે. શનિવાર અને રવિવારની રજામાં વતન આવ્યો હતો. તે આ ફ્લાઈટ દ્વારા ચેન્નાઈ પરત ફરી રહ્યો હતો. પરંતુ તેને એરપોર્ટ પહોંચવામાં મોડું થયું હતું. એટલા માટે તેણે આ પ્રકારનું જુઠ્ઠાણું ફેલાવ્યું જેથી ફ્લાઈટ લેટ થાય તો પણ તે સરળતાથી તેમાં બેસી શકે. આરોપી પાસેથી તમામ માહિતી મળવીને તેની ધરપકડ કરવામાં આવી હતી.