ETV Bharat / bharat

દિલ્હીથી અપહરણ થયેલી 9 વર્ષીય બાળકીનો મૃતદેહ UPમાંથી મળ્યો, 4 આરોપીની ધરપકડ - મુરાદનગર

પૂર્વ દિલ્હીના કલ્યાણપુર વિસ્તારમાંથી 9 વર્ષની એક બાળકનું અપહરણ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. 4 દિવસ બાદ ઉત્તરપ્રદેશના મુરાદનગરથી આ બાળકીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ત્યારબાદ બાળકીના પરિવારજનોએ એનએસ 24 અને કલ્યાણપુરી પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું હતું.

દિલ્હીથી અપહરણ થયેલી 9 વર્ષીય બાળકીનો મૃતદેહ ઉત્તરપ્રદેશમાંથી મળ્યો, 4 આરોપીની ધરપકડ

author img

By

Published : Feb 27, 2021, 12:12 PM IST

  • પૂર્વ દિલ્હીના કલ્યાણપુર વિસ્તારમાંથી બાળકીનું થયું હતું અપહરણ
  • બાળકીની હત્યા પહેલા તેની સાથે ખોટું કામ થયું હોવાની પરિવારજનોને શંકા
  • પોલીસે આરોપી જોની ઉર્ફે શિવા, નરેશ, કૈલાશ અને વરૂણની ધરપકડ કરી

નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના કલ્યાણપુર વિસ્તારથી 9 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ આ બાળકીની હત્યા કરવામાં આવી હતી. જોકે, બાળકીનો મૃતદેહ ઉત્તરપ્રદેશના મુરાદનગરમાંથી મળ્યો હતો. પોલીસે આ મામલામાં બાળકીના પાડોશમાં રહેતા શખ્સ અને તેના ત્રણ સાથીની પણ ધરપકડ કરી છે. ડીસીપી દીપક જાદવે જણાવ્યું કે, આરોપીઓની ઓળખ થઈ છે. આરોપીઓના નામ જોની ઉર્ફ શિવા, નરેશ, કૈલાસ અને વરૂણ છે.

ખંડણી માગવા માટે આરોપીઓએ બાળકીનું અપહરણ કર્યું હતું

નરેશ મુખ્ય આરોપી જોનીના માસીનો દિકરો છે. જોનીએ પોતાના સાથીઓ સાથે મળીને પાડોશમાં રહેતી બાળકીને ફરાવવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. આરોપી ખંડણી માગવાની ફિરાકમાં હતા, પરંતુ પકડાઈ જવાના ડરથી મોદીનગરમાં લોખંડના સળિયા વડે હુમલો કરી બાળકીની હત્યા કરી નાખી હતી.

બાળકીનો મૃતદેહ મળતા બાળકીના પરિવારજનો રોષમાં

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બાળકીની હત્યા પહેલા તેની સાથે ખોટું કામ પણ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે આ વાતથી ઈનકાર કરી દીધો છે. પોલીસના મતે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિની જાણ થશે. બાળકીનો મૃતદેહ મળવાથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.