રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): ગૌરકુડના ડાટપુલિયાની નજીક ભારે ભૂ સ્ખલન થયું હતું. જેમાં કુલ 18 લોકો ગુમ હોવાના સમાચાર હતા. આજે નવમા દિવસ પછી પણ રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રેસ્કયુ ટીમને આજે સવારે બે લોકોના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો એક છોકરી અને એક મહિલાના હોવાનું માલૂમ પડ્યું છે. આ મૃતદેહોની ઓળખવિધિની કામગીરી ચાલી રહી છે. તેમજ બાકીના 16 ગુમ વ્યક્તિઓની શોધખોળ પણ ચાલી રહી છે.
3 દુકાનો નદીમાં તણાઈઃ ભારે વરસાદને લીધે થયેલા આ ભૂસ્ખલનને પરિણામે ગૌરીકુંડ બજારથી થોડે દૂર આવેલા ડાટપુલિયામાં ત્રણ દુકાનો મંદાકિની નદીમાં વહી ગઈ હતી. દુર્ઘટનામાં કુલ 23 લોકો ગુમ થયા હતા જેમાંથી હજુ સુધી માત્ર 7 લોકો શોધાયા છે. બાકીના 16 લોકો હજુ સુધી ગુમ છે. આજ સવારે 2 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં ડીડીઆએફ, એનડીઆરએફ, વાયએમએફ, પોલીસ તેમજ ફાયર ડીપાર્ટમેન્ટની ટીમો ગુમ વ્યક્તિઓના શોધખોળનું અભિયાન ચલાવી રહી છે. મંદાકિની નદીમાં સતત શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
મંદાકિની અને અલકનંદા નદીમાં શોધખોળઃ 3 ઓગસ્ટે થયેલા ભૂ સ્ખલનમાં ખૂબ જ મોટો ખડક તૂટી પડ્યો અને 23 લોકો મંદાકિનીમાં તણાઈ ગયા હતા. દુર્ઘટના સમયે ત્રણ દુકાનની અંદર કેટલાક લોકો સુઈ ગયા હતા. ખડક પડતા જ આ ત્રણેય દુકાનો મંદાકિની નદીમાં પડી. જેવી દુર્ઘટના ઘટી કે ત્યારથી જ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. મંદાકિની ઉપરાંત અલકનંદા નદીમાં પણ શોધખોળ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.