- અંતિમસંસ્કાર કરવા માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો
- અંતિમ સંસ્કારના રિવાજ અને પ્રથા અંગે કોઈ રિસર્ચ કરી નથી
- અદાલતે અરજદારે વધુ સારી અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી
પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) : અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ગંગાના કાંઠે ઘાટ પર મૃતદેહોને દફન કરવા અને દફનાવવામાં આવેલા મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે(Allahabad High Court) જણાવ્યુંં કે, અરજદારે ગંગાના કિનારેે રહેતા લોકોના અંતિમ સંસ્કારના રિવાજ અને પ્રથા અંગે કોઈ રિસર્ચ કરી નથી. કોર્ટે(Allahabad High Court) તેને નવી અરજી દાખલ કરવા માટે આ અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવા સિવાય અન્ય કોઈ આદેશ આપી શકતી નથી.
આ પણ વાંચો : પ્રયાગરાજને કાંઠે દફનાવવામાં આવેલા મૃતદેહમાંથી કાઢ્યા કફનો
પરંપરાઓ અને રિવાજો અંગે સંશોધન કરીને વધુ સારી રીતે અરજી કરી શકે
મુખ્ય ન્યાયાધીશ સંજય યાદવ (Sanjay Yadav) અને ન્યાયાધીશ પ્રકાશ પંડિયા (Prakash Padia )ની ખંડપીઠે આ કેસની સુનાવણી કરતા જણાવ્યુંં કે, અરજદાર જુદા-જુદા સમુદાયોમાં અંતિમવિધિ વિધિઓ અંગેની પરંપરાઓ અને રિવાજો અંગે સંશોધન કરીને અભ્યાસ કરવાથી વધુ સારી રીતે અરજી કરી શકે છે.
સમુદાયોની પરંપરાઓ અને રિવાજોનો અભ્યાસ કર્યા વિના અરજી દાખલ કરી
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ PILમાં એવી માંગ કરવામાં આવી હતી કે, ગંગાના કાંઠે દફનાવવામાં આવેલી મોટી સંખ્યામાં મૃતદેહોને હટાવવામાં આવે અને અંતિમ સંસ્કાર કરવામાં આવે અને મૃતદેહોને ગંગાના કાંઠે દફનાવવામાં રોકવામાં આવે છે. કોર્ટે(Allahabad High Court) જણાવ્યું કે, આ અરજી જોતા જણાય છે કે, અરજદારે વિવિધ સમુદાયોની પરંપરાઓ અને રિવાજોનો અભ્યાસ કર્યા વિના અરજી દાખલ કરી છે. આ પછી કોર્ટે(Allahabad High Court) આ અરજીનો નિકાલ કર્યો હતો. આ સાથે અદાલતે અરજદારે વધુ સારી અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે.
આ પણ વાંચો : કન્નૌજમાં મહાદેવી ગંગાઘાટ પર મૃતદેહોને રેતીમાં દફનાવવામાં આવી રહ્યા છે
વિરોધી પક્ષોએ યોગી સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું
કોરોનાની બીજી લહેરના આગમન પછી રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રયાગરાજ અને ઉન્નાવ સહિત મોટી સંખ્યામાં મૃતદેહો ગંગાના કિનારે દફનાવવામાં આવ્યા હતા. એવી આશંકા હતી કે, કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ અહીં દફનાવવામાં આવ્યા હતા. આ મામલે ભારે રાજકારણ થયું હતું અને વિરોધી પક્ષોએ યોગી સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. જોકે, પાછળથી બહાર આવ્યું હતું કે, કેટલાક પરિવારો તેમની પરંપરા અનુસાર ગંગા નજીક રેતીમાં મૃતદેહને દફનાવી રહ્યા હતા.