- બિહારના પૂર્વી ચંપારણમાં બોટ પલટી
- બોટમાં 30 લોકો હતા સવાર
- 1 નું મોત, 22 થી વધુ લોકો ગુમ
પૂર્વી ચંપારણ: બિહારના પૂર્વી ચંપારણના મોટા સમાચાર છે. જ્યાં શિકારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢિયા હરાજમાં સિકરહના નદીમાં હોડી પલટી ગઈ હતી. બોટમાં લગભગ 30 લોકો સવાર હતા. અત્યાર સુધી એક મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે ઘણા લોકો ગુમ છે જેમની શોધ ચાલુ છે.
આ પણ વાંચો : મહાનદીમાં ફસાયેલા હાથીઓના રેસ્ક્યૂ દરમિયાનની ઘટના, બોટ ડૂબી, એકની મોત
સ્થાનિકો બચાવ કાર્યમં લાગ્યા
ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક ગ્રામજનો બચાવ અને રાહત કાર્યમાં લાગી ગયા છે. સાથે જ વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
(અપટેડ ચાલુ છે...)