ETV Bharat / bharat

દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે વિસ્ફોટ, મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારવામાં આવી

દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે. પોલીસના કહેવા મુજબ આ વિસ્ફોટમાં 4-5 કારના કાચ તૂટી ગયા હતા.

author img

By

Published : Jan 29, 2021, 6:34 PM IST

Updated : Jan 29, 2021, 8:46 PM IST

દિલ્લીમાં ઈજરાયલી દુતાવાસ પાસે બ્લાસ્ટ
દિલ્લીમાં ઈજરાયલી દુતાવાસ પાસે બ્લાસ્ટ
  • દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ નજીક થયો વિસ્ફોટ
  • 4-5 કારના કાચ તૂટ્યા
  • અનેક તપાસ એજન્સીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી

નવી દિલ્હીઃ દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ તપાસ માટે પહોંચી ગઈ છે. પોલીસના કહેવા મુજબ આ વિસ્ફોટમાં 4-5 કારના કાચ તૂટી ગયા હતા. કોઈ જાનહાનિના સમાચાર નથી.

ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી

પોલીસના જણાવ્યાં મુજબ આ બ્લાસ્ટમાં 4 થી 5 કારના કાંચ તૂટી ગયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વિસ્ફોટ ઇઝરાયલી દૂતાવાસથી આશરે 150 મીટર દુર આ વિસ્ફોટ થયો હતો. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી છે. સાથે લોકલ પોલીસ ઇન્ટેલિજન્સ બોમ્બ સ્ક્વોડની સાથે અનેક તપાસ એજન્સીઓની ટીમો ઘટના સ્થળે પહોંચી છે.

એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું, મહત્વપૂર્ણ સ્થળોની પણ સુરક્ષા વધારી દેવામાં આવી

હાલમાં વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી. આ ઘટના વિજય ચોકથી લગભગ દોઢ કિલોમીટર દુર બની છે, જ્યા બ્રીટિંગ ધ રીટ્રીટ કાર્યક્રમ યોજાયો હતો. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યાં અનુસાર શુક્રવારે સાંજે 5.45 વાગ્યે વિસ્ફોટ થવાનો કોલ આવ્યો હતો, ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. તમામ એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સ્થળોની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તે હજું સ્પષ્ટ થઈ શક્યું નથી

નવી દિલ્લી જિલ્લા પોલીસનું કહેવું છે કે, આ વિસ્ફોટમાં હજી સુધી કોઈને ઈજા થઈ નથી, પરંતુ 3 ગાડીના કાચ તૂટી ગયા છે, જે ગાડીઓ ત્યાં પાર્ક કરેલી હતી. પોલીસનું કહેવું છે કે, આ વિસ્ફોટ ક્યા કારણોસર થયો તે હજું સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ પહેલા પણ ઇઝરાયલ દૂતાવાસ નજીક થયો હતો વિસ્ફોટ

કોઈએ પણ હજુ સુધી આ વિસ્ફોટ માટે જવાબદારી લીધી નથી. આ હુમલો કોઈ આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે કે લોકલ ગ્રુપનો હાથ છે, તે જાણી શકાયું નથી. બ્રિટિંગ રિટ્રીટના સમાપન સમારોહ દરમિયાન થયેલા આ વિસ્ફોટને લઈ સુરક્ષામાં મોટી ક્ષતિ માનવામાં આવી રહી છે. આ પહેલા પણ ઇઝરાયલ દૂતાવાસ નજીક દૂતાવાસના અધિકારીની કારમાં વિસ્ફોટ થયો હતો. વર્ષ 2012 માં થયેલા વિસ્ફોટમાં 4 લોકો ઘાયલ થયા હતા.

Last Updated : Jan 29, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.