- લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં એક મકાનમાં વિસ્ફોટ
- લાહોરના વિસ્ફોટમાં 12 લોકો ઇજાગ્રસ્ત
- પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી
ઇસ્લામબાદ (પાકિસ્તાન) : લાહોર (Lahore)ના જૌહર ટાઉન વિસ્તારમાં એક મકાનમાં વિસ્ફોટ (Bomb Blast) થયો હતો. આ બ્લાસ્ટમાં 12 લોકો ઇજાગ્રસ્ત (Injured) થયા છે. આ તે જ વિસ્તાર છે, જ્યાં કુખ્યાત આતંકી હાફિઝ સઈદ (Hafiz Saeed) રહેતો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.
આતંકવાદીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ કેસ દાખલ કરાયો
આ 31 આતંકવાદીઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) હેઠળ કેસ દાખલ કરાયો છે. બોમ્બ ધડાકા (Bomb Blast), ખૂન (Murder), દેશની આંતરિક સુરક્ષા સાથે રમવાની અને અન્ય ષડયંત્ર જેવી વિવિધ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભારત સરકાર દ્વારા તેમને મોસ્ટ વોન્ટેડ (Most wanted) વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આતંકવાદીઓના નામનો ઉલ્લેખ ગૃહ મંત્રાલયની સૂચિમાં કરાયો
આ આતંકવાદીઓના નામનો ઉલ્લેખ ભારતના ગૃહ મંત્રાલયની તાજેતરમાં અપડેટ કરેલી સૂચિમાં કરવામાં આવ્યો છે. જો ભારતની વિરૂદ્ધ કાવતરા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત દેશની આંતરિક સલામતીની સુરક્ષા માટે જવાબદાર છે.