- ચૂંટણી જંગ માટે આજે પશ્ચિમ બંગાળમાં PM મોદીની એન્ટ્રી
- મિથુનની ભાજપમાં જોડાવાની અટકળો વધી
- મિથુન ચક્રવર્તી PM મોદીની રેલીમાં સામેલ થઈ શકે છે
કોલકાતા: પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય કોલકાતામાં અભિનેતા મિથુન ચક્રવર્તીને મળ્યા છે. આ વાતની જાણકારી કૈલાસ વિજયવર્ગીયએ ટ્વિટ કરીને આપી હતી.
મિથુન ચક્રવર્તી PM મોદીની રેલીમાં સામેલ થઈ શકે છે
કૈલાસ વિજયવર્ગીયએ ટ્વિટ કરીને લખ્યું કે, 'મોડી રાત્રે કોલકાતાના બેલગાચિયામાં સિનેમા જગતના પ્રખ્યાત એક્ટર મિથુન દા સાથે લાંબી ચર્ચા થઈ. તો બીજી તરફ કૈલાસ વિજયવર્ગીયએ એ પણ કહ્યું કે, મિથુન ચક્રવર્તી PM મોદીની રેલીમાં સામેલ થશે.
કૈલાસ વિજયવર્ગીય મિથુનને મળ્યા, ભાજપમાં જોડાવાની અટકળો વધી
અભિનેતા મિથુન ભાજપમાં જોડાવાની અટકળો અંગે વિજયવર્ગીયએ અગાઉ કહ્યું હતું કે, મેં તેમની સાથે (મિથુન ચક્રવર્તી) ટેલિફોન પર વાત કરી છે, તેઓ આજે આવવાના છે. તેમની સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી જ હું કોઈ ટિપ્પણી કરીશ.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: કોલકાતામાં આજે PM મોદીની રેલી
ચૂંટણી જંગ માટે આજે પશ્ચિમ બંગાળમાં PM મોદીની એન્ટ્રી
ચૂંટણી જંગ માટે આજે પશ્ચિમ બંગાળમાં PM મોદીની એન્ટ્રી થઈ રહી છે. PM મોદી આજે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે રેલીને સંબોધન કરશે. આ અટકળો વચ્ચે મિથુન ચક્રવર્તી વડાપ્રધાનની રેલીમાં ભાગ લઈ શકે છે.
આ પણ વાંચો: આસામ-બંગાળ ચૂંટણી: બળવાના ડરથી BJPનો પ્લાન 'બી' તૈયાર