- 76 સીટો પર ભાજપના બે-બે કાર્યકર્તા યોગ્યતાના આધારે લડી રહ્યા હતા
- ક્ષેત્ર પંચાયતના પ્રમુખની 825 બેઠકોમાંથી ભાજપને 735 પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા
- મોદી-યોગીના રાજમાં વિકાસ સાથે સુશાસનની સ્થાપના થઈ હતી
લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister Yogi Adityanath)અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે(Swatantra devsingh) શનિવારે સાંજે ભાજપના મુખ્યાલયમાં પત્રકારો સાથે સંયુક્ત વાતચીત કરી. મુખ્યપ્રધાને ક્ષેત્ર પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં મતદાન કર્યા પછી મત ગણતરી અને વલણોના આધારે ભાજપ અને સાથી પક્ષો માટે 625થી વધુ બેઠકો પર વિજયનો દાવો કર્યો હતો.
આ પણ વાંચોઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આગામી ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર આપવા બતાવી તૈયારી
14 સીટો પર સહયોગી અપના દળને તક આપી હતી
તેમણે કહ્યું કે, ક્ષેત્ર પંચાયતના પ્રમુખની 825 બેઠકોમાંથી ભાજપને 735 પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 14 સીટો પર સહયોગી અપના દળને તક આપી હતી. આ ઉપરાંત 76 સીટો પર ભાજપના બે-બે કાર્યકર્તા યોગ્યતાના આધારે લડી રહ્યા હતા.
શનિવારે 476 પદો માટે મતદાન થયું હતું
તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીના વલણો અને પરિણામના આધારે ભાજપ 635 બેઠકો પર સહયોગી દળ સાથે જીત થઇ છે અને આ સંખ્યા હજુ વધશે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશની ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીમાં શુક્રવારે રાજ્યમાં 349 ક્ષેત્ર પંચાયત પ્રમુખ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયાં હતાં, જ્યારે શનિવારે 476 પદો માટે મતદાન થયું હતું.
જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને પ્રેરણાને આપ્યો
મુખ્યપ્રધાને ગ્રામ પ્રધાનો, ગ્રામ સભા સદસ્ય, ક્ષેત્ર પંચાયત સભ્યો, ક્ષેત્ર પંચાયત વડાઓ, જિલ્લા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં ભાજપે 85 ટકાથી વધુ બેઠકો જીતી લીધી હોવાનો દાવો કરતા તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister narendra modi) ના માર્ગદર્શન અને પ્રેરણાને આપ્યો હતો. યોગીએ કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં કેન્દ્ર સરકાર અને સાડા ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશ સરકારે જે પણ યોજના બનાવી છે, તે ભેદભાવ વિના સમાજના તમામ વર્ગમાં પહોંચી છે. તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં તેમના જીવનની કોઈ પરવા કર્યા વિના, કાર્યકર્તાઓએ જે રીતે મહેનત કરી અને ઉમેદવારોને મદદ કરી તેના માટે તેઓ અભિનંદનને પાત્ર છે.
ત્રિસ્તરીય પંચાયતને લગતી પ્રણાલીને વેગ મળશેઃ યોગી
યોગીએ આશા વ્યક્ત કરી કે, ત્રિસ્તરીય પંચાયતને લગતી પ્રણાલીને વેગ મળશે અને વડાપ્રધાનના હેતુ મુજબ ગામોના વિકાસની પ્રક્રિયાના ઠરાવોને પરિપૂર્ણ કરવામાં આ ટીમ અસરકારક રહેશે. તેમણે કહ્યું કે, ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીમાં દરેક વર્ગના કાર્યકરોને ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
સરકાર અને સંગઠનની ટીમના કાર્યના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છેઃ યોગી
યોગીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર અને સંગઠનની ટીમના કાર્યના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. મુખ્યપ્રધાને રાજ્યમાં ચૂંટણીના સફળ સંચાલન માટે રાજ્ય ચૂંટણી પંચ અને પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, જે રાજ્યમાં લોકશાહીને જાતિ અને ધર્મના આધારે વહેંચીને ગીરવે મૂકવાનો પ્રયાસ થયો હતો, ત્યાં હવે કોઈ પણ ચૂંટણી લડી શકે છે. જો કે, જનતા તેને નકારે ના તો સારુ.
આ પણ વાંચોઃ Election: પાંથાવાડા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમવાર મહિલા પોતાની પેનલ સાથે લડશે
અગાઉની સરકાર ગુંડાગીરી અને ભ્રષ્ટાચારના કારણે દૂર થઇ હતીઃ સ્વતંત્ર દેવ સિંહ
ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે, પંચાયતની ચૂંટણીમાં આ વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ(Chief Minister Yogi Adityanath)ની કલ્યાણકારી યોજનાઓના કારણે પ્રાપ્ત થયો છે. સિંહે કહ્યું કે, અગાઉની સરકાર ગુંડાગીરી અને ભ્રષ્ટાચારના કારણે દૂર થઇ હતી અને મોદી-યોગીના રાજમાં વિકાસ સાથે સુશાસનની સ્થાપના થઈ હતી. કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરતાં તેમણે તેમનો આભાર માન્યો હતો.