ETV Bharat / bharat

ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપની ફજેતી, કોંગ્રેસ સાંસદના પત્નીનો ફોટો રાખી કરાયો પ્રચાર

ભાજપની તમિલનાડુ યુનિટે પાર્ટીનો વીડિયો પોસ્ટ કર્યો, જે પ્રચારનો જ એક ભાગ હતો પણ આ વીડિયોમાં જે મહિલા કલાકાર બતાવામાં આવી છે, તે કહેવાય છે કે, કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની પત્ની શ્રીનિધિ ચિદમ્બરમ હતી. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો, BJPએ ટ્વિટર પરથી આ વીડિયો હટાવી દીધો હતો.

bjp
bjp
author img

By

Published : Mar 31, 2021, 12:42 PM IST

  • તમિલનાડુમાં BJPની ફજેતી..! કેમ્પેઈન વીડિયોમાં કાર્તિ ચિદમ્બરમની પત્નીનો ફોટો
  • BJPએ કોંગ્રેસ સાંસદના પત્નીનો ફોટો રાખી કર્યો પ્રચાર
  • BJPના મેનિફેસ્ટોમાં કોંગ્રી સાંસદ કાર્તિ ચિદમ્બરની પત્ની શ્રીનિધિ ભરતનાટ્યમ કરતા દેખાયા

ચેન્નઈ: તમિલનાડુમાં પોતાની રાજકીય સત્તા મજબૂત કરવાના ચક્કરમાં ભારતીય જનતા પાર્ટીએ ફજેતી વ્હોરી છે. ભાજપની તમિલનાડુ યુનિટે પાર્ટીનો વીડિયો પોસ્ટ કર્યો, જે પ્રચારનો જ એક ભાગ હતો પણ આ વીડિયોમાં જે મહિલા કલાકાર બતાવામાં આવી છે, તે કહેવાય છે કે, કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમની પત્ની શ્રીનિધિ ચિદમ્બરમ હતી. જ્યારે આ વાતનો ખુલાસો થયો તો, બીજેપીએ ટ્વિટર પરથી આ વીડિયો હટાવી દીધો હતો.

BJPએ કોંગ્રેસ સાંસદના પત્નીનો ફોટો રાખી કર્યો પ્રચાર

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદમ્બરના દિકરા અને કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરની પત્ની શ્રીનિધિ ચિદમ્બર એક કલાકાર છે, સાથે જ મેડિકલ પ્રોફેશનલ પણ છે.

BJPના મેનિફેસ્ટોમાં કોંગ્રી સાંસદ કાર્તિ ચિદમ્બરની પત્ની શ્રીનિધિ ભરતનાટ્યમ કરતા દેખાયા

ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિઝન અને મેનિફેસ્ટો જનતા સમક્ષ રજૂ કર્યો હતો, જેના માટે તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તમિલનાડુના કલ્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રીનિધિ ભરતનાટ્યમ કરતી દેખાઈ છે.

આ પણ વાંચો: મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?

જે ગીતનો ઉપયોગ થયો છે તે કરૂણાનિધિએ લખેલુ છે

ફક્ત એટલુ જ નહીં, આ ભાગમાં જે ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ડીએમકેના પ્રમુખ રહેલા અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કરુણાનિધિ દ્વારા લખવામાં આવ્યુ હતું. ત્યારે કેમ્પેઈનમાં ભાજપનો આ વીડિયો મુશ્કેલીનું કારણ બન્યુ છે. સોશિયલ મીડિયા પર લોકો ભાજપની ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. જે બાદ ભાજપે આ વીડિયો હટાવી દીધો હતો.

BJPના કેમ્પેઈન વીડિયોમાં કાર્તિ ચિદમ્બરમની પત્નીનો ફોટો

કોંગ્રેસ સાંસદે ટ્વિટ કરીને જાણકારી આપી

કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી હતી. તમિલનાડુ કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યુ હતું કે, ભાજપે શ્રીનિધિના ફોટોનો મંજૂરી વગર જ ઉપયોગ કરવા લાગ્યા હતા. કેમ્પેઈન વીડિયોમાં જ સામે આવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનું આગવુ કોઈ વિઝન નથી.

આ પણ વાંચો: આજે તમિલનાડુ-કેરળમાં અમિત શાહ રેલી યોજશે

તમિલનાડુમાં 6 એપ્રિલે મતદાન

આપને જણાવી દઈએ કે, તમિલનાડુમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ વખતે ભાજપ અને AIADMK (ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ) સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.