કોલકાતા: પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાને લઈને ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ (BJP TMC SUPPORTERS CLASH) સર્જાયું હતું. બીજેપી સાંસદે દાવો કર્યો છે કે, તેનો જીવ જોખમમાં હતો. તેણે કહ્યું કે, તેના ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું (BJP guards fired into air) હતું, આથી તેનો જીવ બચી શક્યો. ભાજપના સમર્થકોનું કહેવું છે કે, અથડામણ છતાં પોલીસ સમયસર પહોંચી ન હતી.
ભાજપ અને TMC સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને TMC સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણના (BJP TMC SUPPORTERS CLASH) સમાચાર આવ્યા છે. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીજેપી સાંસદના જીવને ખતરો છે. આ સમગ્ર ઘટના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ દરમિયાન સામે આવ્યું છે.
પોલીસ પર ઉઠ્યો પ્રશ્નો
ભાટપરામાં પ્રકાશમાં આવેલા આ ઘટના સંદર્ભે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે હંગામો થઈ રહ્યો હતો, ત્યારે દૂર-દૂર સુધી કોઈ પોલીસ ન હતી, જ્યારે શહેરમાં નેતાજીની જન્મજયંતિ નિમિત્તે સાંસદના કાર્યક્રમથી સૌ કોઈ વાકેફ હતા.
ગાર્ડે સાંસદનો જીવ બચાવવા ફાયરિંગ કર્યું
બીજેપી સમર્થકોનું કહેવું છે કે જાણ કરવા છતાં પોલીસ સમયસર પહોંચી ન હતી, કારણ કે હંગામો વધી ગયો હતો, તેમના ગાર્ડે સાંસદનો જીવ બચાવવા ફાયરિંગ કરવું પડ્યું હતું.
મારા પર હુમલો કરવાનો પ્રયાસઃ સાંસદ
આ સમગ્ર ઘટના દરમિયાન ઈંટ-પથ્થરથી હુમલાના સમાચાર આવ્યા હતા. અથડામણ બાદ સાંસદને કોઈક રીતે સ્થળ પરથી દૂર લઈ ગયા હતા. જે બાદ તેણે કહ્યું કે,TMC સમર્થકોએ તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સાંસદ અર્જુન સિંહે કહ્યું, 'મને નેતાજીની પ્રતિમાને માળા ચઢાવવાથી રોકવામાં આવ્યો હતો. મારા ગાર્ડે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો પાછા હટી ગયા હતા.
આ પણ વાંચો:
Exclusive : ગુજરાતમાં ખેલા હોબે દિવસની ઉજવણી માટે TMC દ્વારા માગવામાં આવી મંજૂરી