ETV Bharat / bharat

હુગલીમાં મતદાન પહેલા ભાજપના સમર્થકની માતાનું મોત થતા TMC પર આક્ષેપ

પશ્ચિમ બંગાળના હુગલીમાં ગૌઘાટ પાસે મતદાન પહેલા ભાજપના સમર્થક એક વ્યક્તિની માતાનું મોત થયું છે. ભાજપે આ મોત માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યો છે.

author img

By

Published : Apr 6, 2021, 2:13 PM IST

હુગલીમાં મતદાન પહેલા ભાજપના સમર્થકની માતાનું મોત થતા TMC પર આક્ષેપ
હુગલીમાં મતદાન પહેલા ભાજપના સમર્થકની માતાનું મોત થતા TMC પર આક્ષેપ
  • મતદાન પહેલા હુગલીના ગૌઘાટમાં હિંસા થઈ હતી
  • માધવી અદક નામની મહિલા ઈજાગ્રસ્ત થયાં હતાં
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન માધવી અદકનું મોત થયું

પશ્ચિમ બંગાળમાં મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. જોકે, મતદાન પહેલા હુગલીના ગૌઘાટમાં હિંસા થઈ હતી. આ દરમિયાન એક ભારતીય જનતા પાર્ટીના સમર્થકની માતાનું મોત થયું છે. ભાજપે આ મોત માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, TMCએ તમામ આરોપને ખોટા ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવ્યા

TMC કાર્યકર્તાઓએ ભાજપના સમર્થકની માતા પર હુમલો કર્યો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, હુગલીના ગૌઘાટ વિસ્તારમાં રાજકીય હિંસા થઈ છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે, TMC કાર્યકર્તાઓએ ભાજપના સમર્થકની 50 વર્ષીય માતા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ માધવી અદક નામની મહિલા ઈજાગ્રસ્ત થયાં હતાં. તેમને ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માધવી અદકનું મોત થયું હતું.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણીમાં આજે રાજકીય દંગલ, બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોની 475 બેઠકો પર મતદાન

ભાજપનો સમર્થક હોવાથી તેની માતા પર હુમલો કરાયોઃ ભાજપ

ભાજપનું કહેવું છે કે, માધવી અદકનો પુત્ર ભાજપ સમર્થક છે. TMC કાર્યકર્તાઓએ તેના ઘરને ઘેરી લીધું હતું. જ્યારે TMCના કાર્યકર્તાઓ અને તેમના પુત્ર વચ્ચે વિવાદ થયો તો માધવી અદક તેના બચાવમાં વચ્ચે આવ્યાં હતાં. આરોપ અનુસાર, TMC કાર્યકર્તાઓએ માધવી અદક સાથે મારામારી કરી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.