અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. નડ્ડાએ શનિવારે (29 જુલાઈ) પાર્ટીના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. સંજય બાંડી અને સુનીલ બંસલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદીમાં યુપીનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ અને મહામંત્રીઓની યાદીમાં મોટાભાગના નામો યુપીના છે. ચોંકાવનારી બાબત એ છે કે ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી કોઈને પણ સ્થાન આપવામાં નથી આવ્યું. બીએલ સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે યથાવત રહેશે.
-
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023
સંજય બાંડી રાષ્ટ્રીય મહાસચિવ: સંજય બાંડી અને સુનીલ બંસલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. સંજય બાંદીને કેન્દ્રીય ટીમમાં સામેલ કરીને પાર્ટીએ તેલંગાણાને એક સંદેશ આપ્યો છે. કૈલાશવિજયવર્ગીય, તરુણ ચુગ, વિનોદ તાવડે, અરુણ સિંહને ફરી તક મળી છે. દરેકને ફરીથી મહાસચિવ બનાવવામાં આવ્યા છે. એ.કે.એન્ટનીના પુત્ર અરુણ એન્ટોનીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે.
યુપીનો દબદબો: કોંગ્રેસ છોડીને એન્ટની થોડા સમય પહેલા જ પાર્ટીમાં જોડાયા હતા. કેન્દ્રીય ટીમમાં ગોરખપુરના પૂર્વ ધારાસભ્ય રાધા મોહન અગ્રવાલને એન્ટ્રી આપીને યુપીની રાજનીતિમાં મોટો સંદેશો આપવામાં આવ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, પરંતુ હવે તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતની બાદબાકી: ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના દિગજ્જ નેતાઓની ટિકિટ કપાવામાં આવી હતી. દરેકને આશા હતી કે ટિકિટ ભલે કપાઈ હોય પરંતુ રાષ્ટ્રીય ટીમમાં કામ કરવાનો મોકો મળશે. જોકે હવે રાષ્ટ્રીય ટીમની પણ યાદી જાહેર થતા ગુજરાતના દિગ્ગજ નેતાઓની બાદબાકી થઇ હોય ત એમ લાગે છે. જેપી નડ્ડાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાત ભાજપ સંગઠનના દિગ્ગજોની બાદબાકી કરાઈ છે.