નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં રાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ કર્યું હતું. રાહુલ ગાંધીએ અદાણીનો મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીના અદાણી મુદ્દે સરકાર પર પ્રહારો: જેને લઈને ભાજપે વળતો જવાબ આપ્યો હતો. રાહુલ ગાંધીએ પર કોઈપણ પુરાવા વગર આરોપ લગાવ્યા હોવાથી માફી માંગવાની માંગ કરી હતી. અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના જૂના સંબંધોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ સરકારે દેશની અંદર અને બહાર અદાણી જૂથને ફાયદો પહોંચાડવાનું કામ કર્યું છે. હિંડનબર્ગ રિપોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ તે મામલે ભારત સરકારે તેની તપાસ કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘણી વખત હોબાળો પણ સર્જાયો હતો.
Rahul gandhi on Agnivir: અજીત ડોભાલે સેના પર અગ્નિવીર સ્કીમ થોપી હોવાનો સેનાના લોકોનો દાવો
ભાજપે આરોપોને સાબિત કરવાનો ફેંક્યો પડકાર: રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, કિરન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલ ઉપરાંત બીજેપી સાંસદો રવિશંકર પ્રસાદ અને નિશિકાંત દુબે અને અન્ય ઘણા નેતાઓએ પણ લોકસભામાં ભારે વાંધો ઉઠાવ્યો હતો. પ્રહલાદ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધી ખોટા આરોપો લગાવી રહ્યા છે, તેમણે પુરાવા સાથે બોલવું જોઈએ. કિરન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી ગૃહની બહાર ગમે તે કહે, તેમને રોકી શકાય નહીં, પરંતુ ગૃહની અંદર તેમણે સંપૂર્ણ જવાબદારી, ગંભીરતા, પુરાવા અને તથ્યો સાથે બોલવું જોઈએ.
Sadguru Riteshwar Maharaj: સદગુરુ રિતેશ્વર મહારાજે બાબર અને ઔરંગઝેબના ઈતિહાસને ગણાવ્યો ષડયંત્ર
ભાજપે રાહુલ ગાંધી પાસે માફીની કરી માગ: અર્જુન રામ મેઘવાલે કહ્યું કે રાહુલ ગાંધી કોઈપણ પુરાવા વિના હવામાં ઉડાઉ આરોપો લગાવી રહ્યા છે, તેમણે આ માટે ગૃહમાં માફી માંગવી જોઈએ. રવિશંકર પ્રસાદ અને નિશિકાંત દુબેએ પણ રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવીને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. પ્રસાદે રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે તેઓ હજુ પણ ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં જામીન પર બહાર છે, જ્યારે નિશિકાંત દુબેએ અગાઉની કોંગ્રેસ સરકારો પર બિરલા, દાલમિયા અને ટાટા બનાવવાનો આરોપ લગાવ્યો હતો.