નવી દિલ્હી ભાજપે તેની સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે(Notification of Parliamentary Board and Central Election Committee). મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને સંસદીય બોર્ડમાંથી બહાર કરવામાં આવ્યા છે (BJP Parliamentary Board). જેપી નડ્ડા આ સંસદીય બોર્ડ અને ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ રહેશે (Formation of BJP Parliamentary Board). સર્બાનંદ સોનોવાલ અને બીએસ યેદિયુરપ્પાને ભાજપ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. સંસદીય બોર્ડ ભાજપની સૌથી શક્તિશાળી સંસ્થા છે. પાર્ટીના તમામ મોટા નિર્ણયો આ બોર્ડ દ્વારા લેવામાં આવે છે.
-
BJP releases a list of members of the party's Central Election Committee (CEC).
— ANI (@ANI) August 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Maharashtra Deputy CM Devendra Fadnavis included in the Committee. pic.twitter.com/wvUJAvoNzA
">BJP releases a list of members of the party's Central Election Committee (CEC).
— ANI (@ANI) August 17, 2022
Maharashtra Deputy CM Devendra Fadnavis included in the Committee. pic.twitter.com/wvUJAvoNzABJP releases a list of members of the party's Central Election Committee (CEC).
— ANI (@ANI) August 17, 2022
Maharashtra Deputy CM Devendra Fadnavis included in the Committee. pic.twitter.com/wvUJAvoNzA
આ પણ વાંચો શ્રીલંકાના બંદરે આવતા ચીનના જહાજથી કોઈ પણ દેશની સુરક્ષા પર અસર નહીં પડે ચીનનું નિવેદન
આ નેતાઓ થયા લિસ્ટ માંથી બહાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સંસદીય બોર્ડમાં સ્થાન મળ્યું નથી, પરંતુ તેમને અન્ય શક્તિશાળી સંસ્થા ચૂંટણી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને રાજસ્થાનના વતની ઓમ માથુરને પણ આ ચૂંટણી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સંસદીય બોર્ડની યાદી ભાજપ સંસદીય બોર્ડની યાદીમાં અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્મણ, ઈકબાલસિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા અને બી એલ સંતોષનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો તિસ્તા સેતલવાડે જામીન અરજી પર વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
કેન્દ્રીય ચૂંટણી સમિતિ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં જગત પ્રકાશ નડ્ડા, નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બી. એસ. યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્મણ, ઈકબાલસિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, બી.એલ.સંતોષ અને વનથી શ્રીનિવાસનો સમાવેશ કરાયો છે.