ETV Bharat / bharat

પાર્લામેન્ટ્રી બેઠક: BJPના બળવાખોર નેતાઓ સામે લેવાઈ શકે છે મોટો નિર્ણય - Delhi Monsoon session parliament

ભારતીય જનતા પાર્ટીની સંસદીય કમિટીની બેઠક (BJP Parliamentary Party meeting) દિલ્હીમાં શરૂ થઈ છે. જેમાં ભાજુપને ગુજરાતમાંથી મળેલી ઐતિહાસિક જીતને લઈ તમામ સાંસદોએ વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીનું (PM Narendra Modi Delhi) જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, સંસદમાં શિયાળું સત્રને લઈને ખાસ બેઠક યોજાઈ છે. જોકે, લોકસભામાં વિપક્ષે હંગામો કર્યા બાદ આ બેઠકમાં ક્યા મુદ્દે ચર્ચા થાય છે એ મોટું અને મહત્ત્વનું છે.

પાર્લામેન્ટ્રી બેઠક: BJPના બળવાખોર નેતાઓ સામે લેવાઈ શકે છે મોટો નિર્ણય

author img

By

Published : Dec 14, 2022, 2:35 PM IST

દિલ્હી: સંસદના શિયાળુ સત્ર 2022 દરમિયાન બીજેપી સંસદીય દળની (BJP Parliamentary Party meeting) પ્રથમ બેઠક આજે યોજાઈ રહી છે. સંસદ ભવનમાં આયોજિત ભાજપ સંસદીય દળની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત લોકસભા અને રાજ્યસભા બંનેના તમામ ભાજપના સાંસદો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં સૌથી મોટી અને ઐતિહાસિક જીત બદલ તમામ BJP સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi Delhi) ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અભિનંદન આપ્યા. તે જ સમયે, સંસદીય દળની બેઠકમાં સંસદના શિયાળુ સત્રના બાકીના દિવસોને લઈને પક્ષની રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે.

આ પણ વાંચો: પ્રિ-વેડિંગ કંપની હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરશે તો થશે નુકસાન: ભાજપ નેતા

શેની ચર્ચા: સંસદીય દળની બેઠકમાં સંસદ સત્રની કામગીરી, વિપક્ષી દળોના વિરોધ અને સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા થઈ શકે છે. વાસ્તવમાં, સંસદીય દળની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે કારણ કે ભાજપે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે યોજાનારી સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સાંસદોને જનતા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવા અંગે મહત્વપૂર્ણ ગુરુમંત્ર પણ આપી શકે છે. જોકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ આ પહેલી બેઠક છે.

આ પણ વાંચો: ચીખલી હાઈવે પર 6 વાહનો ધડાકાભેર અથડાયા, સદનસીબે કોઈ જાનહાની નહીં

લંચ મિટિંગ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે બપોરે પાર્ટીના તમામ રાજ્યસભા સાંસદો સાથે લંચ પર બેઠક કરી હતી, જેમાં નડ્ડાએ પોતાના સાંસદોને ગૃહની કાર્યવાહી દરમિયાન હાજર રહેવા અને સંસદીય કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવાની સલાહ આપી હતી. આ સિવાય ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળની બેઠકમાં હિમાચલ પ્રદેશ અને દિલ્હી MCDની ચૂંટણીમાં મળેલી હાર પર પણ ચર્ચા થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીઓમાં પોતાના જ નેતાઓના બળવાથી ખૂબ નારાજ છે અને તેના કારણે તે ભવિષ્યમાં બળવાખોર નેતાઓ માટે કડક નિયમો બનાવવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.