- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શુક્રવારે આસામના પ્રવાસે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 3 ચૂંટણી રેલી સંબોધશે
- પાટાચારકુરી, બોકો ગાંધી મેદાન, ચાંદમારીમાં રેલીનું આયોજન
ગુવાહાટીઃ આસામ વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું 77.21 ટકા મતદાન ગુરુવારે થયું હતું. હવે ત્રીજા તબક્કા પર સૌની નજર છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે આસામ પહોંચશે. અહીં તેઓ 3 ચૂંટણી રેલીને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાટાચારકુરી, બોકો ગાંધી મેદાન અને ચાંદમારીમાં આ રેલીને સંબોધિત કરશે.
આ પણ વાંચોઃ આસામ વિધાનસભા ચૂંટણી : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
પહેલા તબક્કામાં બીજા તબક્કા કરતા વધુ મતદાન થયું
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 39 બેઠક પર થયેલા મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોફાનના કોઈ સમાચાર નથી મળ્યા. જ્યારે રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા 5 મંત્રીઓ સહિત 345 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. બીજા તબક્કામાં 13 જિલ્લામાં 10,592 મતદાન કેન્દ્ર પર મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આસામ વિધાનસભામાં કુલ 126 બેઠક છે, જેમાંથી 47 બેઠક પર 27 માર્ચે 79.97 ટકા મતદાન થયું હતું. જ્યારે 39 બેઠક પર બીજા તબક્કાનું 77.21 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચોઃ આસામના લોકોએ કોંગ્રેસ ગઠબંધનને જાકારો આપ્યો છે: PM નરેન્દ્ર મોદી
આસામમાં વિધાનસભા ચૂંટણીની રેલી દરમિયાન કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું હતું નિશાન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામમાં એક ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આજકાલ એક પ્રવાસી તરીકે આસામમાં છે. જે કહે છે કે બગરુદ્દીન અજમલ આસામની ઓળખ છે, તમે મને જણાવો કે અજમલ આસામની ઓણખ છે કે ભૂપેન હઝારીકા, ઉપેન્દ્ર નાથ અને શંકર દેવ? બ્લેક માઉન્ટેઇન બદરુદ્દીન અજમલ આસામની ઓળખ ન હોઇ શકે.
અમિત શાહે ચિરાંગમાં સંબોધી રેલી
અમિત શાહે આસામના ચિરાંગમાં ભાજપની રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. ઉલ્લખેનીય છે કે, રાજ્યમાં બીજા ચરણનું મતદાન 39 મતવિસ્તારમાં થશે, જ્યારે 6 એપ્રિલના રોજ અંતિમ તબક્કામાં 40 બેઠક માટે મતદાન થશે.