- મંડીમાંથી BJP સાંસદ રામ સ્વરૂપનું શંકાસ્પદ મોત
- આત્મહત્યાની કર્યાની આશંકા
- પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે
નવી દિલ્હી: હિમાચલના મંડીથી ભાજપના સાંસદ રામ સ્વરૂપનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયું છે. તેનો મૃતદેહ નોર્થ એવન્યુના તેના ફ્લેટ પરથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને તેઓએ આત્મહત્યાની કર્યાની આશંકા હોય તેમ જણાવ્યું છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય, સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસની SIT દ્વારા તપાસ કરાશે
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે
આ અંગે મળતી માહિતી મુજબ, હિમાચલના મંડિના સાંસદ રામસ્વરૂપ દિલ્હીના નોર્થ એવન્યુ વિસ્તારમાં રહેતા હતા. બુધવારે સવારે પોલીસને બાતમી મળી હતી કે, તેઓ ઓરડામાં મૃત અવસ્થામાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. પોલીસે તેમના દ્વારા આત્મહત્યા કરવાની આશંકા વ્યક્ત કરી છે. જો કે, મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
આ પણ વાંચો: રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, જસ્ટિસ અંશુમન સિંહનું નિધન