- ગૌમૂત્ર પિવાથી કોરોના ન થતો હોવાનો પ્રજ્ઞા ઠાકુરનો દાવો
- હું ગૌમૂત્ર પીવ છું અને ભગવાનનું સ્મરણ કરતી રહું છુંઃ પ્રજ્ઞા ઠાકુર
- બીજેપની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પહેલા પણ કેટલાય આવા વિવાદિત નિવેદનો આપ્યાં
મધ્યપ્રદેશ(ભોપાલ): ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તેઓને કોરોના વાયરસનો ઈલાજ મળી ગયો છે. તેઓનું કહેવું છે કે તે ગૌમૂત્ર પીવે છે અને ભગવાનનું સ્મરણ કરતી રહે છે. તેથી તેઓને ક્યારેય કોરોના થઈ શકતો નથી. પ્રજ્ઞા ઠાકુરે એવો દાવો પણ કર્યો હતો કે, આ ઉપાયને અપનાવવાને કારણે તેને હજી સુધી કોરોના થયો નથી અને ક્યારેય થશે પણ નહીં.
પ્રજ્ઞા ઠાકુરની ઓફિસમાં કેટલાય લોકો આવી ચૂંક્યા છે પોઝિટિવ
બીજેપની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પહેલા પણ કેટલાય આવા વિવાદિત નિવેદનો આપ્યાં છે. કોરોનાની પ્રથમ લહેર વખતે પણ તેમણે કહ્યું હતું કે, ગાય પર હાથ ફેરવવાથી અને મંત્રોચ્ચાર કરવાથી કોરોના થતો નથી. તેમજ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરશે તો કોરોના વાઈરસ તેનું કંઈપણ બગાડી નહીં શકે. જો કે, આ બધામાં આશ્ચર્યજનક વાત એ પણ છે કે, પજ્ઞા ઠાકુરની ઓફિસમાં કામ કરતા ઘણા લોકો કોરોના પોઝિટિવ થાયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. જે ગૌમૂત્ર પી ને કોરોના ન થાય તેવો દાવો કરનારી પજ્ઞા ઠાકુરની પણ તબિયત ઘણી વાર ખરાબ રહી છે.
આ પણ વાંચોઃ કોરોનાનો નાશ કરવા માટે દિવસમાં 5 વખત કરો 'હનુમાન ચાલીસા'ના પાઠઃ પ્રજ્ઞા ઠાકુર
પ્રજ્ઞા ઠાકુર ગુમ થયા હોવાના ભોપાલમાં લાગ્યાં હતા પોસ્ટર
કોરોના મહામારીમાં લોકોની સેવા કરવાને બદલે પજ્ઞા ઠાકુર દિલ્હીના તેના બંગલામાં આરામ કરી રહી હતી. આ સમય દરમિયાન, કોંગ્રેસે ભોપાલમાં તેમના ગુમ થયાના પોસ્ટરો પણ લગાવ્યાં હતા. જેના પર તેમના અંગત સચિવે સ્પષ્ટતા કરી હતી કે, પ્રજ્ઞા ઠાકુરની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે બાદ ડૉક્ટરે તેને ત્રણ મહિના બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે. આ કારણે તે દિલ્હીમાં ઘરે આરામ કરી રહી છે.
સતત બિમાર રહે છે પ્રજ્ઞા ઠાકુર
સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની તબિયત આ માર્ચ મહિનામાં બગડી હતી, ત્યારબાદ તેમને મુંબઇ સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. આ પહેલા 19 ફેબ્રુઆરી અને ડિસેમ્બરમાં પણ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
જોકે પજ્ઞા ઠાકુરના આ નિવેદનનું ETV Bharat પુષ્ટિ કરતું નથી