ETV Bharat / bharat

BJP MLAની માંગ, આતંકવાદીઓનો મુકાબલો કરવા માટે બિન-કાશ્મીરીઓને આપવામાં આવે AK-47 - BJP ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ

કાશ્મીર(Kashmir)માં બિહારીઓની હત્યાથી રોષે ભરાયેલા BJP ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ (Gyanendra Singh Gyanu)એ નાગરિકો માટે સરકારને મફતમાં AK-47 હથિયાર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં નિશસ્ત્ર અને ગરીબ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આ ઘણું જ દુ:ખદ છે. કાયરતાપૂર્વક ગરીબોને મારવામાં આવે છે.

આતંકવાદીઓનો મુકાબલો કરવા માટે બિન-કાશ્મીરીઓને આપવામાં આવે AK-47

author img

By

Published : Oct 19, 2021, 7:55 PM IST

  • કાશ્મીરમાં બહારના લોકોની કરવામાં આવી રહી છે હત્યાઓ
  • આતંકવાદીઓ દ્વારા અત્યાર સુધી 4 બિહારીઓની હત્યા
  • BJP ધારાસભ્યએ કાશ્મીરમાં રહેતા બહારના લોકોને AK-47 આપવાની કરી માંગ

પટણા: કાશ્મીરમાં બિહારી નાગરિકોની તબક્કાવાર હત્યાઓ (Killings of civilians In Kashmir) કરવામાં આવ્યા બાદ બિહારમાં આક્રોશ છે. જ્યાં એક તરફ વિપક્ષના નેતા આને લઇને રાજ્ય સરકારને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે, તો બીજી તરફ BJPના ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂ (Gyanendra Singh Gyanu)એ આના પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે બિન-કાશ્મીરી (Non Kashmiri)ઓ માટે સરકારને AK-47 હથિયાર આપવાની માંગ કરી દીધી છે.

લોકોને મજબૂત સુરક્ષા આપવામાં આવે

BJP ધારાસભ્યએ કહ્યું કે, 'કાશ્મીરમાં નિશસ્ત્ર અને ગરીબ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આ ઘણું જ દુ:ખદ છે. કાયરતાપૂર્વક ગરીબોને મારવામાં આવે છે. પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. સરકારે ત્યાંના લોકોને સંપૂર્ણ મજબૂત સુરક્ષા આપવી જોઇએ જેનાથી લોકો શાંતિપૂર્વક જીવી શકે અને કમાણી કરી શકે.'

બહારથી કાશ્મીરમાં રહેવા આવેલા લોકોને AK-47 આપવામાં આવે

BJP ધારાસભ્ય જ્ઞાનેન્દ્ર સિંહ જ્ઞાનૂએ કહ્યું કે, સંવિધાનમાં સંશોધન કરીને આર્મ્સ એક્ટ હેઠળ બહારથી કાશ્મીરમાં રહેવા આવેલા લોકોને AK-47 હથિયારનું લાયસન્સ ઉપલબ્ધ કરાવવું જોઇએ. તેમને નિ:શુલ્ક હથિયાર આપવું જોઇએ જેનાથી તેઓ મજબૂત રીતે આતંકવાદીઓ સામે લડી શકે.

બિહારીઓની હત્યા પર રોષ

ઉલ્લેખનીય છે કે કાશ્મીરની ઘટના બાદ બિહારમાં ઘણો જ આક્રોશ જોવા મળી રહ્યો છે. નેતા પણ સતત આનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક વિરોધ પક્ષની પાર્ટીઓ પણ આ માટે રાજ્ય સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવી રહી છે. સોમવારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝીએ PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને અપીલભર્યા અંદાજમાં પડકાર આપ્યો હતો. જીતનરામ માંઝીએ કહ્યું હતું કે, જો કાશ્મીરમાં સ્થિતિ નથી સુધરી રહી તો તેને બિહારીઓને સોંપી દેવામાં આવે.

કાશ્મીર બિહારીઓને સોંપી દેવામાં આવે, 15 દિવસમાં ઠીક કરી દઇશું - માંઝી

ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે, 'કાશ્મીરમાં સતત આપણા નિશસ્ત્ર બિહારી ભાઈઓની હત્યા કરવામાં આવી રહી છે, જેનાથી મન દુ:ખી છે. જો સ્થિતિમાં બદલાવ નથી આવી રહ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને વિનંતી છે કે કાશ્મીરને સુધારવાની જવાબદારી અમારા બિહારીઓ પર છોડી દેવામાં આવે. 15 દિવસમાં સુધારી ના દીધી તો કહેજો.' ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહી છે. આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 4 બિહારીઓની હત્યા કરવામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો: PM મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ, કાશ્મીર સહિતના રાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા

આ પણ વાંચો: સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પ્રવાસે આર્મી ચીફ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.