તમિલનાડુ:વકફ બોર્ડે (Wakf board land issue) અગાઉ રજિસ્ટ્રાર ઑફિસને નોટિસ મોકલી હતી કે, ત્રિચી જિલ્લામાં તિરુચેન્થુરાઈ ગામ, સેમ્પનકુલમ, પેરિયાનાયકાચત્રમ, ચિત્તનંતમ, કોમાકુડી, મામેડુ અને બાગનુર નામના 7 ગામો તેમની માલિકીની મિલકત છે. જેના કારણે, તે વિસ્તારમાં મિલકત ખરીદવી અશક્ય બની ગઈ હતી અને ત્યાં રહેતા ગ્રામજનો તેમની મિલકત વેચી શકતા ન હતા. ત્યારબાદ, તિરુચેન્થુરાઈના તમામ ગ્રામજનોએ જાહેરાત કરી હતી કે, તેઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન કરશે.
શાન્તિની વાટાઘાટો યોજાઈ:આ કિસ્સામાં, શ્રીરંગમ રેવન્યુ કમિશનર વૈદ્યનાથનના નેતૃત્વ હેઠળ, તિરુચેન્થુરાઈના ગ્રામજનો અને વકફ બોર્ડના અધિકારીઓ વચ્ચે શાન્તિની વાટાઘાટો યોજાઈ હતી. પરિણામે, શ્રીરંગમ રેવન્યુ કમિશનર વૈદ્યનાથને આદેશ આપ્યો છે કે, તિરુચેન્થુરાઈ અને કડિયાકુરિચી ગામોના લોકો, આજથી જ ડીડની નોંધણી કરાવી શકશે. જેના પગલે વિરોધ પ્રદર્શન છોડી દેવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા,(BJP Leader H,Raja) એચ. રાજા, જે તિરુચેન્દુરાઈ ગામમાં શિવ મંદિરમાં દર્શન માટે આવ્યા હતા, તેઓ ગ્રામજનોને મળ્યા અને ગામની જગ્યાઓ સંબંધિત વકફ બોર્ડની પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરી. બાદમાં મીડિયા સાથે વાત કરતા, એચ. રાજાએ કહ્યું કે, બોર્ડના અધ્યક્ષ માટે, ત્રિચી જિલ્લાના તિરુચેન્દુરાઈનું આખું ગામ વકફ બોર્ડનું છે તે જાહેર કરવું ગેરકાયદેસર છે.
તમિલનાડુમાં ભૂતોનું શાસન:વકફ બોર્ડ તિરુચેંદુરા અને તિરુવેરુમપુરમાં હિંદુઓની મિલકતો જપ્ત કરવા માંગે છે. આવી છેતરપિંડીમાં સંડોવાયેલા વકફ બોર્ડના, મુખ્ય વહીવટી અધિકારીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. આ મામલામાં માત્ર હિંદુઓ જ નહીં, પરંતુ મુસ્લિમો પણ પ્રભાવિત છે. હાલ તમિલનાડુમાં ભૂતોનું શાસન (H,Raja attacks DMK) ચાલી રહ્યું છે. DMK સરકારે તેને બિનસાંપ્રદાયિક હોવાનો ઉલ્લેખ કરીને, ઇસ્લામિક અને ખ્રિસ્તી બંને મિલકતો કબજે કરવી જોઈએ અને તેને બોર્ડના સામાન્ય નામ હેઠળ લાવવી જોઈએ, એચ રાજાએ ભારપૂર્વક જણાવ્યું હતું.