ETV Bharat / bharat

BJP CEC Meeting: આગામી વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે ભાજપ દ્વારા સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકનું આયોજન કરાયું

ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટી (CEC)ની આજે સાંજે બેઠક યોજાશે. જેના અધ્યક્ષ સ્થાને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત અમિત શાહ, જે.પી. નડ્ડા, રાજનાથસિંહ સહિત 15 સભ્યો હાજર રહેશે. વાંચો ઈટીવી ભારતના સીનિયર પત્રકાર અનામિકા રત્નાનો ખાસ અહેવાલ

આજે ભાજપની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક

author img

By

Published : Aug 16, 2023, 2:44 PM IST

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે દિલ્હીના પાર્ટી હેડક્વાર્ટરમાં સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકનું આયોજન કર્યું છે. આ પ્રકારની બેઠકો ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો જાહેર કરે તેના બાદ યોજાતી હોય છે પણ આશ્ચર્ય છે કે બીજેપીએ ચૂંટણી તારીખોની જાહેરાત અગાઉ જ આ બેઠકનું આયોજન કર્યું છે. જો કે તર્ક એ રજૂ કરવામાં આવ્યો છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે તેનાથી તૈયારીઓ કરવામાં અગવડ પડે છે.

ભાજપના દિગ્ગજ નેતા રહેશે હાજરઃ સૂત્રો અનુસાર, બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સુરક્ષા પ્રધાન રાજનાથસિંહ સહિત 15 ઉમેદવારો સીઈસીમાં ઉપસ્થિત રહેવાના છે. ભાજપ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં થનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને પ્રાધાન્ય આપી રહી છે.

નબળી બેઠકો પર થશે ચર્ચાઃ બેઠકમાં પાર્ટી નબળી બેઠકોને મજબૂત કરવા પર ચર્ચા-વિચારણા કરશે.ઉમેદવારોની યોગ્ય પસંદગી ઉપરાંત પ્રચારની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. પાર્ટીને જે બેઠકો પર વધુ ધ્યાન આપવા જેવું લાગે છે તે બેઠકોની એક યાદી તૈયાર કરવામાં આવી છે.સદર પાંચ રાજ્યોમાં જમીની સ્તરે એટલે કે છેલ્લામાં છેલ્લા માનવી સુધી કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના, તેના લાભો વિશે માહિતી પહોંચાડવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્ય બીજેપી પ્રમુખ વી.ડી. શર્મા તેમજ છત્તીસગઢ ભાજપ પ્રમુખ અરૂણ સાવ અને ચૂંટણી અભિયાનો સાથે જોડાયેલા બંને રાજ્યો પણ સીઈસી બેઠકમાં ભાગ લઈ શકે છે. આ વર્ષના અંતમાં આ પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે, જેમાંથી મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પાર્ટી હાઈકમાન્ડ કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. સીઈસી દરમિયાન નબળી બેઠકો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ નબળી બેઠકોના ઉમેદવારોની પસંદગી પાર્ટી વહેલી તકે કરવા માંગે છે.

ચૂંટણી સમયે ઉમેદવાર જાહેર કરાશેઃ જો કે નબળી બેઠકોના ઉમેદવારોના નામ હાલ જાહેર કરવામાં નહીં આવે. પસંદગી પામેલ ઉમેદવારોના નામ પર ગંભીર વિચારણા બાદ જ જાહેરાત કરવામાં આવશે. તેનું મુખ્ય કારણ એ છે કે પસંદગી પામેલ ઉમેદવાર ચૂંટણી તૈયારીઓ શરૂ કરે ત્યારે વિરોધી ઉમેદવાર ભાજપના ઉમેદવારો પર ભારે ના પડે.

મધ્યપ્રદેશમાં ભાજપ માટે કપરા ચઢાણઃ આ વર્ષના અંતે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તેમાંથી છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગામામાં ભાજપની સરકાર નથી. પાર્ટી આ રાજ્યોમાં વિજય મેળવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. મિઝોરમમાં એમએનએફ સત્તામાં છે જેણે અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાજપા વિરૂદ્ધ વોટિંગ કર્યુ હતું. પાર્ટીએ મણિપુરની સ્થિતિને કાબૂ કરવામાં ભાજપના પ્રયત્નોની ટીકા પણ કરી હતી. તેમજ મધ્યપ્રદેશમાં પણ ભાજપ માટે કપરા ચઢાણ છે.

Karnataka Elections 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી, 40 મોટા નેતાઓમાં ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ નહિ

Mansukh Vasava: ઇન્ડિયા ગઠબંધન પર ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શું કર્યો દાવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.