ETV Bharat / bharat

BJP FOUNDATION DAY : 15 દિવસ સુધી યોજાશે કાર્યક્રમો, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની રણનીતિ - ભાજપ સ્થાપના દિવસ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલે સ્થાપના દિવસની (BJP Foundation Day) ઉજવણી કરવા જઈ રહી છે. 6 એપ્રિલથી 20 એપ્રિલ સુધી સ્થાપના દિવસ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન 14 એપ્રિલે આંબેડકર જયંતિ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

BJP FOUNDATION DAY : 15 દિવસ સુધી યોજાશે કાર્યક્રમો, સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાની રણનીતિ

author img

By

Published : Apr 5, 2022, 10:50 PM IST

નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલના રોજ સ્થાપના દિવસની (BJP Foundation Day) ઉજવણી કરવા જઈ રહી છે. બીજેપી હેડક્વાર્ટર ખાતે આઉટરીચ પ્રોગ્રામ હેઠળ 13 દેશોના રાજદૂતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સાંજે ચારથી છ વાગ્યાની વચ્ચે હેડક્વાર્ટર પહોંચ્યા બાદ તેઓ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. તેઓને ભાજપના (PM Modi Speech On BJP Foundation Day ) ઈતિહાસ વિશે માહિતગાર કરવામાં આવશે.

આ પણ વાંચો: BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા યાત્રાનુ આયોજન, ગામડે ગામડે ફરી કરશે પ્રચાર

ભાજપની કીટ તૈયારઃ ભારતીય જનતા પાર્ટીએ સ્થાપના દિવસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમ દ્વારા તૈયાર કરવામાં આવેલી કેપ કિટ રાજ્યસભા અને લોકસભાના 400 સાંસદોમાં વહેંચવામાં આવી હતી. ભાજપે આશા વ્યક્ત કરી છે કે 6 એપ્રિલના રોજ સ્થાપના દિવસે તમામ સાંસદો પાર્ટીની આ નવી ભગવા ટોપી પહેરીને જાહેર કાર્યક્રમોમાં જાય તેમજ એક કીટમાં પાંચ કેપ અને ગુજરાત એકમ દ્વારા બનાવેલી પૌષ્ટિક ચોકલેટ પણ આપવામાં આવી હતી.

જેપી નડ્ડા ધ્વજ ફરકાવશેઃ સ્થાપના દિવસના એક દિવસ પહેલા ભાજપની કીટનું વિતરણ કરવામાં આવશે. આ સાથે ભાજપ પોષણ સપ્તાહની પણ ઉજવણી કરવા જઈ રહી છે. જો કે ભારતીય જનતા પાર્ટી દર વર્ષે 6ઠ્ઠી એપ્રિલે સ્થાપના દિવસની ઉજવણી કરે છે, પરંતુ તાજેતરમાં ચાર રાજ્યોમાં મળેલી જીત બાદ આ વર્ષના સ્થાપના દિવસને લઈને નેતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા મુખ્યાલય પર ધ્વજ ફરકાવશે અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓને પુષ્પાંજલિ આપશે.

પીએમ મોદીની વિડિયો કોન્ફરન્સિંગઃ ભાજપના સ્થાપના દિવસ પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે. ભાજપના તમામ વિભાગો અને જિલ્લા કાર્યાલયોમાં ધ્વજવંદન કરવામાં આવશે. આ સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. જેમાં તમામ મુખ્યપ્રધાનો, પ્રધાનો, ધારાસભ્યો વગેરે કાર્યક્રમોમાં ભાગ લેશે. દિલ્હીમાં પણ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 11:00 વાગ્યે કરોલબાગથી નીકળનારી શોભાયાત્રામાં ભાગ લેશે.

સામાજિક ન્યાય પખવાડિયું: ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી (BJP Foundation Day Programs will be held for 15 days ) સમગ્ર દેશમાં સામાજિક ન્યાય પખવાડિયાની પણ ઉજવણી કરવામાં આવશે. સામાજિક ન્યાય પખવાડિયા દ્વારા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને જિલ્લા અને તાલુકાઓ સુધી લઈ જવાનું કાર્ય ભાજપના કાર્યકરો કરશે. 12 એપ્રિલને રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને 13 એપ્રિલે ગરીબ કલ્યાણ યોજના સંબંધિત કાર્યક્રમો દેશભરમાં આયોજિત કરવામાં આવશે.

બૂથ કક્ષાએ યોજાશે કાર્યક્રમોઃ 14મી એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બૂથ સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રક્તદાન, ફળ વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે. 15મી એપ્રિલે અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કરેલા કાર્યોની સાથે-સાથે વિવિધ રાજ્યોમાં ભાજપના કાર્યકરો દ્વારા સમાજ માટે વિશિષ્ટ કાર્ય કરનાર અનુસૂચિત જનજાતિ સમાજના લોકોનું સન્માન કરવામાં આવશે.

આ પણ વાંચો: Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ભાજપ તેના સ્થાપના દિવસે એક નવા મૂડ અને જોશમાં જોવા મળશે. તેમણે કહ્યું કે, આ ખુશીની વાત છે કે પાર્ટી રાજ્યોમાં જીત સાથે સતત આગળ વધી રહી છે. પક્ષની મુખ્ય વિચારધારા છે કે વિકાસનો પ્રવાહ લાઇનમાં છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે. આ વિચારધારાને કારણે પાર્ટી લોકોની લોકપ્રિય પાર્ટી બની ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.