ETV Bharat / bharat

ભાજપે ટિકિટ કાપતા કુલદીપ સેંગરની પુત્રીએ સવાલ કર્યો કે, તેની માતાની શુ ભુલ છે - ભાજપના સમાચાર

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરની ટિકિટ આપવામાં આવી નથી. જેનાથી નારાજ એશ્વર્યા સેંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેણે સવાલો ઉભા કર્યા છે. આમાં તે ટિકિટ કપાવા અંગે અનેક સવાલો ઉભા કરતી જોવા મળી રહી છે. ભાજપે ભૂતપૂર્વ એમએલસી અજિતસિંહની પત્ની શકુન સિંહને ભાજપે ટિકિટ આપી છે.

ભાજપે ટિકિટ કાપતા કુલદીપ સેંગરની પુત્રીએ સવાલ કર્યો કે, તેની માતાની શુ ભુલ છે

author img

By

Published : Apr 15, 2021, 8:38 PM IST

  • કુલદીપસિંહ સેંગરની પત્નીની ટિકિટ ભાજપે કાપી
  • જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પહેલા ટિકિટ આપી હતી
  • ભાજપના પૂર્વ એમએલસી અજિતસિંહની પત્ની શકુનસિંહના નામ પર મહોર લગાવી

ઉન્નાવ (ઉત્તરપ્રદેશ): પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પુત્રી એશ્વર્યા સેંગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં માતા સંગીતા સેંગરને ભાજપની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાંથી બાદ કરવામાં આવ્યા બાદ તે પ્રશ્નો ઉભા કરતી જોવા મળી રહી છે. કુલદીપ સેંગરની પુત્રી જણાવે છે કે, આજે મહિલા નેતાની લાયકાત, તેનો અનુભવ, તેની મહેનત તમામને એક બાજુ રાખી દીધું છે. ફતેહપુર ચૌરાસી ત્રીજાની સંગીતા સેંગરને ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી.

ભાજપના પૂર્વ એમએલસી અજિતસિંહની પત્ની શકુનસિંહના નામ પર મહોર લગાવી

જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સંગીતા સેંગરની ટિકિટ કાપી

વીડિયોમાં એશ્વર્યા સેંગરે જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી પરિવાર પર અન્યાય થઈ રહ્યો છે. આજે એક મહિલા નેતાની લાયકાતો, તેનો અનુભવ, તેની મહેનત, બધું જ રોકી દેવામાં આવ્યું હતું. આ દેશની મહિલાઓ માટે રિઝર્વેશન આપવામાં આવ્યા છે, જ્યારે તે ચૂંટણી માટે આગળ આવે છે ત્યારે તેનો પતિ, તેના પિતા કોણ છે, તે કેમ મહત્વપૂર્ણ થાય છે. શું મહિલાની ક્ષમતા કોઈની પત્ની, પુત્રી અથવા બહેન હોવાને કારણે ઓછી થાય છે?

આ પણ વાંચોઃ ઉન્નાવ દુષ્કર્મ કેસઃ પીડિતાના પિતાની હત્યામાં કુલદીપ સેંગરને 10 વર્ષની સજા

સંગીતા સેંગર ઉન્નાવથી જ જિલ્લા પંચાયત પ્રમુખ છે

પૂર્વ ધારાસભ્યની પુત્રીએ સવાલ ઉઠાવતા જણાવ્યું હતુ કે, શું સ્ત્રીની પોતાની કોઈ ઓળખ નથી. હું તમને મારી માતાની ભૂલ પૂછવા માંગું છું. તે કેવી રીતે કલંકિત થઈ ગઈ. શું હવે મને અને મારી માતાને ગૌરવ સાથે જીવવાનો અધિકાર નથી? હું આજે બોલી રહી છું કારણ કે એકવાર ફરીથી અન્યાય શાંતિથી સહન કરવામાં આવશે તો જીવીત રહેવું ના ગમે. દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરની પત્ની સંગીતા સેંગરને પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, ભાજપે પાછળથી તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી. આ પછી કુલદીપસિંહ સેંગરની પુત્રી એશ્વર્યા સેંગર તેની માતાની તરફેણમાં આવી છે.

અજિતસિંહની પત્નીને ટિકિટ આપવામાં આવી હતી

ભાજપે 7 એપ્રિલે સમર્થિત ઉમેદવારોની સૂચિ બહાર પાડી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના પત્ની જિલ્લા પંચાયત પ્રમુખને વોર્ડ નંબર-22 ફતેહપુર ચૌરાસી ત્રીજા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષ અને દુષ્કર્મ પીડિતાએ સંગીતા પર હુમલો કરીને ભાજપની છબી પર સવાલ ઉઠાવ્યા હતા. 11 એપ્રિલના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતુ અને સંગીતા સેંગરને આપવામાં આવેલું સમર્થન રદ કર્યું હતુ.

આ પણ વાંચોઃ ઉન્નાવ કેસ: દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા મામલે કુલદીપ સેંગર દોષી

શકુનસિંહે ઉમેદવારી નોંધાવી

15મી એપ્રિલની સાંજે નોમિનેશનના અંતિમ દિવસે ભાજપના પૂર્વ એમએલસી અજિતસિંહની પત્ની શકુનસિંહના નામ પર મહોર લગાવી હતી. પાર્ટી સમર્થિત ઉમેદવાર પણ જાહેર કર્યા. શકુનસિંહે તેમના પુત્ર ભાજપ નેતા શશાંક શેખરસિંહ સાથે ઉમેદવારી નોંધાવી છે. શકુનસિંહે અગાઉ ભગવંતનગર વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.