ETV Bharat / bharat

બિમ્સટેક એક વિશ્વાસપાત્ર પ્રાદેશિક જૂથ તરીકે ઉભર્યું: વડાપ્રધાન મોદી

author img

By

Published : Jun 7, 2021, 10:03 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિમ્સટેક અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રાદેશિક બહુપક્ષીય સંગઠન બિમ્સટેક (BIMSTEC) વિશ્વાસ જગાવનારા સમૂહ તરીકે ઉભર્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સંદેશ 31 મેએ મોકલવામાં આવ્યો હતો, જે અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે ટ્વિટ કર્યું હતું.

બિમ્સટેક એક વિશ્વાસપાત્ર પ્રાદેશિક જૂથ તરીકે ઉભર્યું: વડાપ્રધાન મોદી
બિમ્સટેક એક વિશ્વાસપાત્ર પ્રાદેશિક જૂથ તરીકે ઉભર્યું: વડાપ્રધાન મોદી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિમ્સટેક અંગે આપ્યું નિવેદન
  • બિમ્સટેક વિશ્વાસપાત્ર પ્રાદેશિક જૂથ તરીકે ઉભર્યુંઃ મોદી
  • વિદેશ મંત્રાલયે વડાપ્રધાનના સંદેશ અંગે ટ્વિટ કર્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાને બિમ્સટેક અંગે જણાવ્યું હતું કે, પ્રાદેશિક બહુપક્ષીય સંગઠન બિમ્સટેકને સંપર્ક માટે માસ્ટર પ્લાનને અંતિમ રૂપ આપવા સહિત ઘણા મોરચા પર પ્રગતિ કરી છે અને આ વિશ્વાસ જગાવનારું એક પ્રાદેશિક સમુહ તરીકે ઉભર્યું છે.

આ પણ વાંચો- કેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

24મા બિમ્સટેક દિવસ અંગે વડાપ્રધાને સંદેશ આપ્યો

ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને મ્યાનમાર બિમ્સટેક (બે ઓફ બંગાલ ઈનિશિએટિવ ફોર મલ્ટિ-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન)ના સભ્ય છે. 24મા બિમ્સટેક દિવસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સંદેશ આપતા જણાવ્યું હતું કે, આ સમૂહ આગળ વધતું રહેશે અને એક સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બંગાળની ખાડીના નિર્માણના સહયોગથી નવી ઉંચાઈને અડશે. વડાપ્રધાન કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારી સામેની લડાઈમાં સાથે મળીને જીત મેળવવા પર ભાર આપ્યો હતો.

આ પણ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાને ઈલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે વિકસિત કરાશે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને બિમ્સટેકને મહત્વનું જૂથ ગણાવ્યું

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, પોતાની સામૂહિક ઈચ્છાશક્તિના પ્રદર્શનથી પોતાના લોકોની એક જેવી આકાંક્ષાઓને પૂરી કરવા અને સભ્ય દેશોને એકબીજાના હિતની સેવા માટે બિમ્સટેક એક વિશ્વાસ જગાડનારું પ્રાદેશિક સમૂહ તરીકે ઉભર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.