ETV Bharat / bharat

શિયાળુ સત્ર 2023: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત બિલ લોકસભામાં પસાર - Parliament Winter Session 2023

ગુરુવારે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સરકારે લોકસભામાં એક મહત્વપૂર્ણ બિલ પસાર કર્યું. કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ) બિલ, 2023 રજૂ કર્યું હતું. Parliament Session, Parliament Winter Session 2023, Parliament Winter Session live, Parliament Winter Session 2023 Live

: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત બિલ લોકસભામાં પસાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 2:26 PM IST

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે એક મિકેનિઝમ ગોઠવવાની જોગવાઈ ધરાવતા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂકો અને સેવાની શરતોને નિયંત્રિત કરવા માટેનું બિલ ગુરુવારે લોકસભામાં ચર્ચા અને પસાર કરવા માટે મૂકવામાં આવ્યું હતું.

કાયદામંત્રી સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો: આ દરમિયાન કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો. તે નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે કાયદો બનાવવાની વાત કરી હતી. પણ ઘણા વર્ષો વીતી ગયા. તેમણે કહ્યું કે 1991માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કોઈ ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ આ અંગે કાયદો નહીં બનાવે ત્યાં સુધી તેના નિર્ણય મુજબ નિમણૂકની વ્યવસ્થા ચાલુ રહેશે. સરકાર આ સંદર્ભમાં આ કાયદો બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે રાજ્યસભાએ આ બિલ પાસ કરી દીધું છે.

મેઘવાલે કહ્યું કે ખરડામાં સરકારી સુધારા હેઠળ 'સર્ચ કમિટી'નું નેતૃત્વ હવે કેબિનેટ સચિવને બદલે કાયદા મંત્રી કરશે અને બે સચિવ સભ્યો હશે. તેમણે કહ્યું કે સરકારી સુધારા હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો પગાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો હશે. મેઘવાલે જણાવ્યું હતું કે બિલમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે જે હેઠળ સીઈસી અને ચૂંટણી કમિશનરો જો ફરજ બજાવતા કોઈપણ આદેશ પસાર કરે તો કોર્ટમાં કોઈપણ કાર્યવાહીથી સુરક્ષિત રહેશે.

ભાજપના સંજય જયસ્વાલે બિલ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે દેશના બંધારણની સુંદરતા એ છે કે તમામ અંગોના અધિકારોને સારી રીતે સમજાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીએ પોતાની સરકાર દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકનો દુરુપયોગ કર્યો છે. જયસ્વાલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ક્યારેય બંધારણીય સંસ્થાઓને સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં રહેવા દેતી નથી. તેમણે કહ્યું કે આ કાયદો પસાર થવાથી ચૂંટણી પંચને સ્વતંત્ર રીતે કામ કરવાનું વાતાવરણ મળશે. રાજ્યસભાએ 12 ડિસેમ્બરે બિલ પાસ કર્યું હતું.

  1. શિયાળું સત્ર 2023: સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોનું સરકાર વિરોધી પ્રદર્શન, માર્ચ યોજી કર્યા સુત્રોચ્ચાર
  2. આજે કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક, લોકસભા ચૂંટણી 2024ના રોડમેપ પર થશે મંથન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.