નવી દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે બિલ્કીસ બાનો કેસમાં (Bilkis Bano Rape Case) દુષ્કર્મ અને હત્યાના 11 દોષિતોને મુક્ત કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા (Rahul Gandhi On Bilkis Bano Case) હતા. રાહુલે આરોપ લગાવ્યો કે, આખો દેશ વડાપ્રધાનની કરણી અને કથનીમાં ફરક જોઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ આ મામલે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. સ્વતંત્રતા દિવસના અવસર પર, લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા, તેમણે કહ્યું હતું કે, મહિલાઓનું સન્માન ભારતની પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે નારી શક્તિને સમર્થન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. (Bilkis case convicts )
આ પણ વાંચો : સત્તર વર્ષ સુધી ન્યાય માટે લડતી સ્ત્રીની કહાની, તેની જુબાની...
-
5 महीने की गर्भवती महिला से बलात्कार और उनकी 3 साल की बच्ची की हत्या करने वालों को 'आज़ादी के अमृत महोत्सव' के दौरान रिहा किया गया।
— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
नारी शक्ति की झूठी बातें करने वाले देश की महिलाओं को क्या संदेश दे रहे हैं?
प्रधानमंत्री जी, पूरा देश आपकी कथनी और करनी में अंतर देख रहा है।
">5 महीने की गर्भवती महिला से बलात्कार और उनकी 3 साल की बच्ची की हत्या करने वालों को 'आज़ादी के अमृत महोत्सव' के दौरान रिहा किया गया।
— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2022
नारी शक्ति की झूठी बातें करने वाले देश की महिलाओं को क्या संदेश दे रहे हैं?
प्रधानमंत्री जी, पूरा देश आपकी कथनी और करनी में अंतर देख रहा है।5 महीने की गर्भवती महिला से बलात्कार और उनकी 3 साल की बच्ची की हत्या करने वालों को 'आज़ादी के अमृत महोत्सव' के दौरान रिहा किया गया।
— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2022
नारी शक्ति की झूठी बातें करने वाले देश की महिलाओं को क्या संदेश दे रहे हैं?
प्रधानमंत्री जी, पूरा देश आपकी कथनी और करनी में अंतर देख रहा है।
5 મહિનાની ગર્ભવતી મહિલા પર દુષ્કર્મ : ગુજરાતમાં બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને સોમવારે મુક્ત કરવામાં આવ્યા હતા. હવે આ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું (Rahul Gandhi scathing attack on Modi) છે. રાહુલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું કે, જે લોકોએ 5 મહિનાની ગર્ભવતી મહિલા પર દુષ્કર્મ કર્યો અને તેની 3 વર્ષની બાળકીની હત્યા કરી તેને 'આઝાદી કે અમૃત મહોત્સવ' દરમિયાન છોડી દેવામાં આવ્યા છે. નારી શક્તિની વાત કરનાર દેશની મહિલાઓને શું સંદેશ આપી રહી છે ? વડાપ્રધાન, આખો દેશ તમારા કરણી અને કથનીમાં (false Talk of women power) તફાવત જોઈ રહ્યો છે.
સરકારના નિર્ણય પર સવાલ : બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કર્યા બાદ સરકારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર પક્ષ આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ બાનો કેસમાં દોષિતોને મુક્ત કર્યા હતા. મુંબઈની વિશેષ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કોર્ટે 21 જાન્યુઆરી, 2008ના રોજ બાનોના પરિવારના સાત સભ્યો પર સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. convicts Release in Bilkis Bano case
આ પણ વાંચો : બિલ્કીસ બાનો સામુહિક દૂષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતો થયા મુક્ત
શું છે બિલ્કીસ બાનો કેસઃ 3 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડ પછીના હત્યાકાંડ દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. તે સમયે બિલ્કીસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. બિલ્કીસ પર સામૂહિક દુષ્કર્મ થયો હતો. આ સાથે તેના પરિવારના સાત સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. Bilkis Bano Rape Case, Rahul Gandhi On Bilkis Bano Case,Rahul scathing attack on pm Modi, false Talk of women power, Bilkis Bano gangrape convicts