ETV Bharat / bharat

Tejasvi Yadav: તેજસ્વી યાદવને રાહત, સુપ્રીમ કોર્ટે અમદાવાદની કોર્ટમાં રુબરુ હાજર રહેવામાંથી આપી મુક્તિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 3:57 PM IST

બિહારના ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન અમદાવાદ કોર્ટમાં તેજસ્વીને રુબરુ હાજર રહેવામાંથી સુપ્રીમ કોર્ટે મુક્તિ આપી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને અમદાવાદની કોર્ટમાં રુબરુ હાજર રહેવામાંથી આપી મુક્તિ

પટનાઃ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. અમદાવાદ કોર્ટે તેજસ્વી યાદવને રુબરુ ઉપસ્થિત રહેવા માટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી છે. આમ તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે. અમદાવાદની કોર્ટે કરેલ આદેશ વિરુદ્ધ તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને આ મામલે 4 નવેમ્બર સુધી રાહત પણ આપી હતી.

4 નવેમ્બરે કરી હતી અરજીઃ 2022ના માર્ચ મહિનામાં તેજસ્વી યાદવે "ગુજરાતી જ ઠગ હોઈ શકે છે" તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન મુદ્દે તેજસ્વી વિરુદ્ધ ગુજરાતના અમદાવાદ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવાાં આવ્યો હતો. આ કેસમાં તેજસ્વી યાદવે 4 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં અમદાવાદની કોર્ટમાંથી સુનાવણી ટ્રાન્સફર કરવામાં આવે અને તેઓ અમદાવાદમાં થનાર સુનાવણીમાંથી તેમણે ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ માંગી હતી.

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટનો આદેશઃ ઉલ્લેખનીય છે કે માનહાનિ કેસમાં અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને હાજર રહેવા આદેશ કર્યો હતો. જેમાં તેસ્વી યાદવ ઉપસ્થિત રહ્યા નહતા. તેમના વકીલે સુનાવણીમાં તેજસ્વી રુબરુ ઉપસ્થિત રહે તેમાંથી મુક્તિ માંગતી અરજી કરી હતી. અમદાવાદ કોર્ટે 4 નવેમ્બર સુધી તેજસ્વી યાદવને રાહત આપી હતી. જો કે સોમવારે સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરી દીધો હતો. તેજસ્વી યાદવની રુબરુ ઉપસ્થિતિ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી તેજસ્વી યાદવને રાહત મળી છે.

  1. Tejashwi Yadav Defamation Case: કોર્ટમાં વધુ બે સાક્ષીઓની જુબાની લેવાઈ, કહ્યું - તેજસ્વી યાદવના નિવેદનથી સાધુ સમાજની લાગણી દુભાઈ
  2. Ahmedabad Metro Court : બિહારના ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિ કેસ, સાક્ષીઓએ જુબાનીમાં શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.