ETV Bharat / bharat

Ramcharitmanas Controversy: રામચરિત માનસના વિવાદાસ્પદ નિવેદન પર શિક્ષા પ્રધાન અડગ - Ramcharitmanas Controversy

બિહારના શિક્ષાપ્રધાન ચંદ્રશેખર રામચરિત માનસને લઈને આપેલા નિવેદન પર અડગ છે. એક તરફ આચાર્ય પરમહંસ મહારાજે પણ શિક્ષાપ્રધાનની જીબ કાપવાને લઈને ઈનામની જાહેરાત કરી હતી. તેની પ્રતિક્રિયા આપતા પ્રધાને જણાવ્યું કે મારી જીભ કાપીને કોઈ તો આમિર થશે. (Education Minister statement on Ramcharitmanas)

Ramcharitmanas Controversy
Ramcharitmanas Controversy
author img

By

Published : Jan 12, 2023, 4:10 PM IST

રામચરિત માનસના વિવાદાસ્પદ નિવેદન પર શિક્ષા પ્રધાન અડગ

પટના: બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરના રામચરિતમાનસ પરના વિવાદાસ્પદ નિવેદન પર અડગ છે. તેમને કહ્યું કે મારી જીભ કપાય તો પણ વાંધો નથી. અયોધ્યાના આચાર્ય પરમહંસ મહારાજે જીભ કાપનારને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આના પર પ્રહાર કરતા ચંદ્રશેખરે કહ્યું છે કે મારી જીભ કાપવા માટે કોઈને 10 કરોડ આપો તો કોઈ અમીર બની જશે.

ચંદ્રશેખર પોતાના નિવેદન પર અડગ: શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરે કહ્યું કે દેશમાં 90 ટકા લોકો છે તો પછી જાતિ ગણતરીનો વિરોધ શા માટે છે. કોણ વિરોધ કરી રહ્યા છે? માત્ર યથાસ્થિતિવાળાઓ વિરોધ કરી રહ્યા છે જેમની સામે સંઘર્ષ છે. સંઘર્ષ રામચરિતમાનસના મનુસ્મૃતિ, સુંદરકાંડ અને ઉત્તરકાંડના શ્લોકો સામે છે. "મેં જે કહ્યું તે સાચું છે અને હું મારા નિવેદન પર અડગ છું," રામચરિતમાનસ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રધાને કહ્યું હતું.

ધર્મગુરુએ કરી વિવાદિત જાહેરાત: વાસ્તવમાં રામચરિતમાનસને લઈને આપેલા નિવેદન બાદ રાજકારણ સંપૂર્ણપણે ગરમ થઈ ગયું છે. નેતાઓથી લઈને ધર્મગુરુઓએ સખત વાંધો ઉઠાવ્યો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના પ્રસિદ્ધ મહંત જગતગુરુ આચાર્ય પરમહંસે શિક્ષણ મંત્રીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રામચરિતમાનસ પર આ પ્રકારનું નિવેદન કરવું યોગ્ય નથી. આ નિવેદન બદલ શિક્ષણ પ્રધાને માફી માંગવી જોઈએ. તેણે માફી ન માંગવા બદલ જીભ કાપનાર વ્યક્તિને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે.

આ પણ વાંચો Voice of Global South Summit: મોદીએ કહ્યું, અમે યુદ્ધ અને આતંકવાદને પાછળ છોડી દીધા છે

બિહારના શિક્ષણ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન: શિક્ષણ પ્રધાન પ્રોફેસર ચંદ્રશેખરે રામચરિતમાનસ પર બોલતા કહ્યું હતું કે, 'રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે દલિતો, પછાત અને મહિલાઓને સમાજમાં અભ્યાસ કરતા અટકાવે છે. તેમને તેમના હક મેળવવાથી અટકાવે છે. મનુસ્મૃતિએ સમાજમાં નફરતનું બીજ વાવ્યું, ત્યારબાદ રામચરિતમાનસે સમાજમાં નફરત પેદા કરી છે. આજે ગુરુ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિને બાળી નાખી કારણ કે તે દલિતો અને વંચિતોના અધિકારો છીનવી લેવાની વાત કરે છે.

આ પણ વાંચો Ramacharitmanas Controversy: બિહારના શિક્ષણ પ્રધાનની જીભ કાપનારને 10 કરોડનું ઈનામ, પરમહંસની જાહેરાત

પદ પરથી હટાવવાની માગ: અયોધ્યાના દ્રષ્ટા જગદગુરુ પરમહંસ આચાર્યએ બિહારની નીતિશ કુમાર સરકારે રાજ્યના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરને તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તાત્કાલિક હટાવી દેવાની માંગ કરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.