અમદાવાદઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત પ્રવાસન ઉદ્યોગને આ બજેટથી ઘણી આશા છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટુરિસ્ટ એપ બનાવવામાં આવશે. જેમાં જુઓ અપના દેશ, સ્વદેશ દર્શન જેવા કાર્યક્રમો યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023-24ની રજૂઆત દરમિયાન કહ્યું હતું કે, "પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે."
આ પણ વાંચો Union Budget 2023 કૃષિ માટે જાહેરાત, સ્ટાર્ટઅપ અને ડિજિટલ વિકાસ પર ભાર
પ્રવાસીઓને થશે ફાયદોઃ કેન્દ્રિય નાણા પ્રધાને જણાવ્યું હતું કે, પ્રવાસ માટે ક્નેક્ટિવિટી ગાઈડ, ફૂડસ્ટ્રિક, સુરક્ષા સિવાય પણ પ્રાસંગિક અવસરને એક એપ્લિકેશન પર લાવવા માટે કામ થશે. પ્રવાસ વિકાસની અસર ડોમેસ્ટિક અને વિદેશી પ્રવાસીઓને થશે. દેખો અપના દેશ અંતર્ગત કામ થશે. ડોમેસ્ટિક પ્રવાસ ઉદ્યોગને પ્રાધાન્ય અપાશે. વાયબ્રન્ડ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બોર્ડર પાસેના ગામડાંનો વિકાસ કરાશે. એક જિલ્લા એક ઉત્પાદન માટે, એના વેચાણ માટે, તથા પ્રમુખ પ્રવાસ કેન્દ્ર પર એક યુનિટ મોલ હેતું પ્રોત્સાહન અપાશે.
વ્યૂહરચના રજૂ કરશેઃ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેઓ નાણામંત્રી 2023-24 માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચની વિગતો રાખશે. નાણા પ્રધાન રાજકોષીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ (FRBM) અધિનિયમ, 2003, મધ્યમ ગાળાની રાજકોષીય નીતિ કમ રાજકોષીય નીતિ વ્યુહરચના અને મેક્રો-ઇકોનોમિક ફ્રેમવર્ક પર વિગતો પણ રજૂ કરશે.